Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં ભાજપાની લહેર : અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે કોલકાતામાં તૃણમુલ કોંગ્રેસ અને મમતા બેનરજી પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે પ્રથમ બે તબક્કા પછી સ્પષ્ટ છે કે આખા દેશમાં અને વિશેષ રુપથી પશ્ચિમ બંગાળમાં ભાજપાની ભારે લહેર છે. મમતા દીદીએ પ્રથમ બે તબક્કામાં પોતાની હારનો અનુભવ થઈ ગયો છે અને આ હતાશા સાથે તે ચૂંટણી પંચ અને વિપક્ષ ઉપર ખોટા આરોપ લગાવી રહ્યું છે.અમિત શાહે કહ્યુ હતું કે ભાજપાને આતંકવાદી સંગઠન કહેવું ટીએમસીના માનસિક દેવાળીયાને દર્શાવે છે. મમતા દીદી ઉમર અબ્દુલાની ટિપપ્ણી ઉપર તમારો શું મત છે? રાષ્ટ્રદોહના કાનૂનને ભંગ કરવાના કોંગ્રેસના વાયદા પર પોતોનું વલણ સ્પષ્ટ કરે.
ભાજપા પ્રમુખે કહ્યું હતું કે સૌથી પહેલા અમે નાગરિકતા સંશોધન વિધેયક લાવીશું અને પાડોશી રાષ્ટ્રના હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન અને ઇસાઇ શરણાર્થીઓ, ધાર્મિક અલ્પસંખ્યકોને નાગરિકતા આપીશું. પછી અમે પોતાના દેશમાં રહેલા ધુસણખોરોને બહાર કાઢી એનઆરસી લાગું કરીશું.અમિત શાહે મમતા બેનરજી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે મમતા દીદીએ બંગાળની સંસ્કૃતિને ખતમ કરી દીધી છે.
જ્યારે મોદી જી બંગાળની દૂર્ગા પૂજાને યૂનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દૂર્ગા પૂજા, અન્ય હિન્દુ તહેવારો જેવા કે સરસ્વતી પૂજા, રામનવમી અને વિજયાદશમી મમતા દીદી માટે પ્રતિબંધિત છે.

Related posts

સની દેઓલે ગુરુદાસપુરથી ઉમેદવારીપત્ર ભર્યું

aapnugujarat

सोनभद्र संघर्ष मामले में एनसीएसटी टीम जांच के लिए सोमवार को जाएगी

aapnugujarat

१०० मेगावॉट क्षमता के सोलर पावर प्लांट का लोकार्पण हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1