Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સની દેઓલે ગુરુદાસપુરથી ઉમેદવારીપત્ર ભર્યું

પંજાબના ગુરુદાસપુરથી ભાજપ ઉમેદવાર સની દેઓલ આજે અમૃતસર પહોંચ્યા હતા. જ્યાં સવાર સવારમાં તેમણે ગોલ્ડન ટેમ્પલનાં દર્શન કર્યા હતાં. સની દેઓલે આજે ગુરુદાસપુરથી ઉમેદવારીપત્ર ભર્યું છે. સની દેઓલ ૨૨ એપ્રિલે ભાજપમાં સામેલ થયા હતા. પાર્ટીએ તેમને ગુરુદાસપુરથી ચૂંટણીમાં ઉતાર્યા છે. જ્યાંથી કોંગ્રેસના સુનીલ જાખડ સાંસદ છે અને ફરી વખત ચૂંટણી લડી રહ્યા છે.ગઈ કાલે સની દેઓલે વડા પ્રધાન મોદીની મુલાકાત લીધી હતી. સુનીલ જાખડ પહેલા ચાર વખત ભાજપના વિનોદ ખન્ના અહીં સાંસદ રહી ચૂક્યા છે.
વિનોદ ખન્નાના નિધન બાદ પેટા ચૂંટણીઓમાં ભાજપ ત્યાંથી ચૂંટણી હારી ગયું હતું અને સુનીલ જાખડ ચૂંટણી જીતી ગયા હતા.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સની દેઓલની વિનમ્રતા અને શ્રેષ્ઠ ભારત માટે તેનાં ઝનૂનની પ્રશંસા કરી હતી. વડા પ્રધાન મોદીએ સની દેઓલ સાથેની તસવીર પણ શેર કરી અને કહ્યું હતું કે આજે તેમની મુલાકાત લઈને હું ખૂબ જ ખુશ છું.અમે બધા ગુરુદાસપુરમાં તેમને જીત મળે તે માટે કામ કરી રહ્યા છીએ. અમે બંને એ વાત પર સહેમત છીએ કે ભારત સમૃદ્ધ બનશે તેની સાથે જ વડા પ્રધાને લખ્યું હતું કે, ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિન્દાબાદ હૈ ઔર રહેંગા.’

Related posts

Sensex down by 16.67 pts at 37,830.98, Nifty ended by 19.15 points at 11,252.15

aapnugujarat

મને મધ્યપ્રદેશમાં હસ્તક્ષેપ ન કરવા જણાવાયું હતું : દિગ્વિજય સિંહ

aapnugujarat

મરાઠા અનામત : તંગદિલી હજુ યથાવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1