Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત રાજયના સ્થાપના દિવસે ૬૦ શ્રેષ્ઠીઓને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે

ગુજરાત રાજયની સ્થાપનાને આગામી તા.૧લીમેના રોજ ૬૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોઇ તેની ષષ્ઠીપૂર્તિની ઉજવણીના ભાગરૂપે તા.૧લી મેના રોજ ગુજરાતના ગૌરવવંતા સ્થાપના દિને ડો.શૈલેષ ઠાકર ફાઉન્ડેશન, ગુજરાત પબ્લીક અફેર્સ કાઉન્સીલ ઓફ કેનેડા અને ગુજરાતી સમાજ ઓફ યુએસએના સંયુકત ઉપક્રમે રાજયના વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠતમ યોગદાન આપનાર ૬૦ જેટલા શ્રેષ્ઠીઓને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાશે. ખૂબ જ મહત્વના એવા આ એવોર્ડ સમારંભ કાર્યક્રમમાં બિહાર હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ડો.જે.એન.ભટ્ટ, ગુજરાતના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા, શ્રી દ્વારકેશલાલજી મહારાજ અને કર્નલ કિરીટ જોષીપુરાના હસ્તે ૬૦ શ્રેષ્ઠીઓને આ ગૌરવવંતો એવાર્ડ એનાયત કરવામાં આવશે એમ અત્રે જાણીતા મેનેજમેન્ટ ગુરૂ અને વિશ્વના ટોપ-૩૦માં જેમનું નામ છે એવા શ્રી શૈલેષ ઠાકર અને વાઘબકરી ગ્રુપના ચેરમેન પિયુષ દેસાઇએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત તેની સંસ્કૃતિ, સંસ્કારિતા ઉપરાંત વેપાર-વાણિજય માટે વિશ્વ આખામાં સુપ્રસિધ્ધ છે. વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારાઓનું સન્માન એ ગુજરાતની પરંપરા રહી છે અને રાજયના આ એવા શ્રેષ્ઠીઓનું સન્માન છે કે જેમણે સમાજ, રાજય ઉપરાંત દેશ માટે નોંધનીય અને દિશાસૂચક કામગીરી કરી છે. જે ૬૦ શ્રેષ્ઠી મહાનુભાવોનું સન્માન કરવાનું છે, તેમાં જાણીતા ઉદ્યોગપતિ અને કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ, જાણીતા ફિલ્મ નાટય કલાકાર સિધ્ધાર્થ રાંદેરિયા, ગઝલકાર મનહર ઉધાસ, નૃત્યકાર કુમુદિની લાખીયા, જાણીતા હાસ્ય કલાકાર સાંઇરામ દવે, તારક મહેતા કા બદલ ચશ્માના કલાકાર નેહા મહેતા અને એન્ટરપ્રાઇઝીંગ ઇન્ડિયાના યુવા ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાયને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે વાઘબકરી ગ્રુપના ચેરમેન પિયુષ દેસાઇને કસ્તુરભાઇ લાલભાઇ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાશે. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ડો.શૈલેષ ઠાકર લિખિત ઇન્ડિયા એટ ૨૦૫૦ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. તા.૧ લીમે, ૨૦૧૯ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશનના જે.બી.ઓડિટોરિયમ ખાતે સાંજે ૫-૩૦ વાગ્યે યોજાનારા આ ૬૦ શ્રેષ્ઠીઓના એવોર્ડ સમારંભમાં દેશ-વિદેશના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહેશે એમ પણ જાણીતા મેનેજમેન્ટ ગુરૂ શ્રી શૈલેષ ઠાકર અને વાઘબકરી ગ્રુપના ચેરમેન પિયુષ દેસાઇએ ઉમેર્યું હતું. જે ૬૦ શ્રેષ્ઠીઓનું સન્માન થવાનું છે, તેમાં ડો. સુધીર શાહ, ડો.તેજસ પટેલ, વિઠ્ઠલદાસ બી. ઉકાણી, ચેતન તપાડીઆ, ડો.બી.વી.દોશી, હેમુ ગાંધી, ડો.અનિલ ગુપ્તા, ઝવેરીલાલ મહેતા, ડો.વિષ્ણુ પંડયા, નારાયણભાઇ કણજરીયા, શ્રીમતી સ્મિતા શાસ્ત્રી, ડો.રૂપેશ વસાણી, રત્ના આલા, ગુરૂજી જી.નારાયણા, જીતેન્દ્રસિંગ ચૌહાણ, સંજય ઓઝા, મુખ્તાર શાહ, અરવિંદ વેગડા, બંકિમ પાઠક, પ્રફુલ દવે, ભાગવત્‌ ઋષિ, કવિ રાજેન્દ્ર શુકલ, યોગેશ ભાવસા, એન.કે.પટેલ, ગીરીશ દાણી, અનુષ્કા પરીખ, ડો.રાજીવ શાહ, ડો.અલ્કા બેંકર, ડો.મનીષ બેંકર, શરદ ખાંડેકર, સુધીર ખાંડેકર, ભીખુદાન ગઢવી, શાહબુદ્દીન રાઠોડ, ડો.ઉર્મન ધ્રુવ, યજ્ઞેશ પંડયા, ડો.રાજેન્દ્ર શાહ, સુરેશ પટેલ, આશિષ શેઠ, ઉમંગ ઠક્કર, રાજમોહન મોદી, યોગેશ હીંગોરાની, ડાહ્યાભાઇ કરૂણાશંકર શાસ્ત્રી, ગેનાભાઇ પટેલ, મુકાત બી.ડગલી, જોરાવરસિંહ ડી.જાદવ, કનુભાઇ ટેલર, ડો.રઘુવીર ચૌધરી, યુસુફ કાપડિયા, દેવેન્દ્ર પટેલ, ડો.પ્રવીણ દરજી, હરીશ ભીમાણી, માધવ રામાનુજ, રજની જી.પટેલનો પણ સમાવેશ થાય છે. તમામ ૬૦ શ્રેષ્ઠી મહાનુભાવોને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે.

Related posts

लापता फैशन डिजाइनर वृष्टि-शिवम के मामले में जांच क्राइम ब्रांच को सौंपी

aapnugujarat

હિંમતનગર ટાઉનહોલ ખાતે વક્તા સંજય રાવલ દ્વારા સેમિનાર યોજાયો

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લા માં લોકોને બેન્ક ના નાણાં ઘર બેઠા ઉપાડી શકે તેવું સુચારુ આયોજન સખી મંડળની બહેનો દ્વારા કરવામાં આવ્યું.

editor

Leave a Comment

UA-96247877-1