Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર ટાઉનહોલ ખાતે વક્તા સંજય રાવલ દ્વારા સેમિનાર યોજાયો

૨૧મી સદી ગુજરાત ઉર્ધ્વગામી સાબિત થઈ રહી છે. જોકે સિક્કાની બીજી બાજુ માનવી આજની તરીકે સૌથી વધારે ડિપ્રેશનની પીડા અનુભવી રહ્યો છે ત્યારે નાની સમસ્યાઓને પણ વિકરાળ સ્વરૂપ આપે છે.
સમગ્ર વિશ્વમાં આવૃત્તિ સૌથી ભયાનક સાબિત થઈ રહી છે ત્યારે માનવીના મનને ચોક્કસ દિશામાં સુવ્યવસ્થિત દિશા આપવી જરૂરી છે જેની સૌથી મોટી અસર વિદ્યાર્થીઓ તેમજ યુવાવર્ગની તાતી જરૂરિયાત છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટા માઈન્ડ ટ્રેનર ગણાતા સંજય રાવલ દ્વારા આજરોજ હિંમતનગર ટાઉન હોલ ખાતે ભય મુક્ત જીવનનો ખુબ જ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હિંમતનગરની આસપાસના સ્કુલ કોલેજ તથા સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભારે સંખ્યામાં જોવા મળ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને પ્રવચનની શુભ શરૂઆત સંજય રાવલ દ્વારા “જે કરો તે બેસ્ટ કરો”ના સ્લોગનથી શરૂઆત કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે માનવીને કઈ દિશામાં જીવવું તેની ખૂબ જ સુંદર વાત કરી હતી ટાઉનહોલમાં સીટીંગ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ હોલમાં નીચે બેસી શાંતિપૂર્વક સંજય રાવલને સાંભળ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકામાં સેમિનાર યોજી હિંમતનગર ટાઉન હોલ ખાતે બીજો સેમિનાર યોજવામાં આવ્યો હતો જેનું તમામ સંચાલન સાબરકાંઠાના સક્રિય પત્રકારો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા હસમુખ પટેલ, હિતેશ રાવલ, સંદીપ પટેલ, મુકેશ દોઢિયાર, જીગર ગોસ્વામી, દિપકસિંહ રાઠોડ, ભરત પટેલ, દિગેશ કડિયા સહિત તમામ પત્રકારોએ આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

ફલાવર શોમાં લાઇવ કિચન ગાર્ડનનું આકર્ષણ ઉમેરાયું

aapnugujarat

માર્ગ દુર્ઘટનામાં મોત અને ઇજાના કેસમાં વધારો થયો

aapnugujarat

લોકસભા ચૂંટણી : કોંગીના ૭ ઉમેદવારોના નામ જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1