Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આસનસોલમાં બાબુલ સુપ્રિયોની કાર પર હુમલો

લોકસભા ચૂંટણી-ર૦૧૯ના ચોથા તબક્કામાં નવ રાજ્યની ૭ર બેઠકો માટે મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં ફરી એક વાર મતદાન દરમિયાન હિંસા ભડકી ઊઠી છે. પશ્ચિમ બંગાળના આસનસોલમાં કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોની કાર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો અને તેમની કારનો કાચ તૂટી ગયો હતો.આ ઘટનાના પગલે ટીએમસી અને ભાજપના સમર્થકો આમનેસામને આવી ગયા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલિંગ બૂથની અંદર ભાજપના નેતા અને ઉમેદવાર બાબુલ સુપ્રિયો પણ કેટલાક લોકો સાથે ઝપાઝપી કરતા નજરે પડ્યા હતા. આ દરમિયાન આ વિસ્તારનાં કેટલાંય મતક્ષેત્રમાં ઇવીએમમાં ગરબડ થઇ હોવાના સમાચાર મળ્યા હતા.બીજી બાજુ શાંતિપુરમાં એક મતદારના ઘરની સામે દેશી બોમ્બ મળી આવતાં હડકંપ મચી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બાબુલ સુપ્રિયો સામે ટીએમસીનાં મુનમુન સેન મેદાનમાં છે. બાબુલ સુપ્રિયોએ ટીએમસી પર હિંંસા આચરવાનો આરોપ મૂક્યો હતો.અહેવાલો અનુસાર ભાજપની ટિકિટ પર આસનસોલથી ચૂં્‌ટણી લડી રહેલા બાબુલ સુપ્રિયોની કાર પર ચૂંટણી મથકની બહાર કેટલાક લોકોએ હુમલો કરતાં બબાલ શરૂ થઇ હતી. આ હુમલામાં બાબુલ સુપ્રિયોની કારના કાચ તૂટી ગયા હતા. બાબુલ સુપ્રિયોએ મુખ્યપ્રધાન મમતા બેનરજીના ઇશારે ટીએમસીના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યાનો આરોપ મૂકતાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં ગેરરીતિઓ અને ગોટાળા કરવા માટે મોટી સાજિશ રચવામાં આવી રહી છે.આ ઘટના બાદ પોલીસે ટીએમસી અને ભાજપના કાર્યકરો પર પણ લાઠીચાર્જ કર્યો હતો. ભાજપના જણાવ્યા પ્રમાણે તેઓ હવે પશ્ચિમ બંગાળમાં ચૂં્‌ટણી હિંસાને લઇ ભારતના ચૂંટણીપંચને ફરિયાદ કરશે. ભાજપ બંગાળમાં કાયદો વ્યવસ્થા, નિષ્પક્ષ ચૂંટણીના મામલે ચૂંટણીપંચ સમક્ષ જશે અને ફરિયાદ કરશે. બાબુલ સુપ્રિયોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આસનસોલમાં એવા કેટલાંય ચૂંટણી બૂથ છે, જ્યાં કેન્દ્રીય દળો રાતોરાત હટાવીને પશ્ચિમ બંગાળ મહિલા પોલીસને ડ્યૂટી પર લગાવી દેવામાં આવી છે.

Related posts

પરિવહન મંત્રી ગડકરીએ પાર્કિંગને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો

aapnugujarat

ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પર ૧૫ દિવસની અંદર મળશે રિફન્ડ

aapnugujarat

मुलायम और लालू प्रसाद की तरह ममता बनर्जी के राज का सूरज भी डूबने वाला हैः सुशील मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1