Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમિત શાહે ઠાકરેને ફોન કર્યો, ભાજપ-સેના વચ્ચે ઘીના ઠામમાં ઘી પડી જવાની આશા

ભાજપ અધ્યક્ષ અમિત શાહે શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે સાથે ફોન પર આગામી લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ગઠબંધન કરવા અંગે ચર્ચા કરી હતી. આધારભૂત સુત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે અમિત શાહે ટેલિફોનિક વાતચીતમાં ઉધ્ધવ ઠાકરેને એ પણ જણાવ્યું હતું કે જો શિવસેના ગઠબંધન માટે તૈયાર નહિ થાય તો ભાજપ એકલા હાથે પણ મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી લડવા તૈયાર છે- એવી પણ સ્પષ્ટતા અમિત શાહે ઉધ્ધવ ઠાકરેને ટેલિફોનિક વાતચીતમાં કરી છે.ઉલ્લેખનીય છે કે ત્રણેક દિવસ પહેલા શિવસેનાના પ્રવક્તા અને નેતા સંજય રાઉતે મિડીયા સમક્ષ એવો હુંકાર કર્યો હતો કે આગામી લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ગઠબંધન મુદ્દે અમે મોટા ભાઇની ભૂમિકામાં હોઇશુ. ભાજપે શિવસેનાના આ પ્રકારના ઉચ્ચારણોની ગંભીર નોંધ લીધી હોય એમ લાગે છે. આજે સૂત્રોના કહેવા મુજબ ભાજપ અધ્યક્ષ અમિત શાહે તેમની ટેલિફોનિક વાતચીતમાં આ બધા મુદ્દે ઉધ્ધવ ઠાકરેને તેમના પક્ષના વલણથી વાકેફ કરી દીધા હોય તેમ લાગી રહ્યુ છે. આગામી દિવસોમાં ભાજપ-શિવસેના લોકસભા ચૂંટણી ગઠબંધન અંગે કોઇ દિશામાં નક્કર પ્રગતિ થાય એવી સંભાવનાઓ પણ જોવાઇ રહી છે.. એ વાતની પણ નોંધ લેવી રહી કે થોડા દિવસો પહેલા મુંબઇમાં બનનારા સ્વ. બાલાસાહેબના સ્મારક માટે મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે રૂ.૧૦૦ કરોડ જેવી માતબર રકમ ફાળવી છે. આમ ભાજપ કોઇપણ ભોગે શિવસેનાને નારાજ કરવા ઇચ્છા નથી રાખી રહ્યું એ વાત પણ સીએમ ફડણવીસના તાજેતરના નિવેદનો પરથી જોઇ શકાય છે.

Related posts

કોરોનાની બીજી લહેર જીવલેણ, ૬ મહિના બાદ ૮૧ હજાર નવા કેસ

editor

દોહિત્રી પ્રત્યેનો નાની પ્રેમ માતા-પિતાનું સ્થાન ન લઇ શકે ઃ બોમ્બે હાઇકોર્ટ

editor

सरकार ने रखी आर्थिक सर्वे की रिपोर्ट, 7 फीसदी GDP का अनुमान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1