Aapnu Gujarat
ગુજરાત

સરદાર સરોવરમાં લાખો માછલીઆ મરી ગઈ

ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવરમાં કોઈ અગમ્ય કારણોસર પાણી દુષિત થતા સેંકડો માછલીઓ મૃત્યુ પામતા સરકારી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.પણ માછલીઓના મોતનું હજુ રહસ્ય અકબંધ છે.ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા યોજનાની મુખ્ય કેનાલની અંદર બે દિવસ પહેલા સેકડો માછલીઓ મરી ગઈ હતી અને ટનબંધ માછલીઓ કેનાલના કિનારે આવી જતા લોકો મોટી સંખ્યામાં લોકો માછલીઓ લેવાં તૂટી પડ્યા હતા.
માછલીઓ મોટા પ્રમાણમાં મરી જવાના કારણે ભારે શંકા-કુશંકાઓ થઇ રહી છે. જોકે ક્યાં કારણોસર થયું છે જેનું રહસ્ય હજુ ખુલ્યુ નથી.સરદાર સરોવર ગુજરાત રાજ્યની જીવાદોરી છે અને તેનું પાણી રાજ્યના ૧૪ લાખ હેકટર કરતા વધારે જમીનને સિંચાઈ માટે મળે છે. તેમજ લાખો લોકો પાણી પીવે છે. ત્યારે નર્મદા ડેમના સરોવરમાં કોઈ કારણોસર માછલીઓ ટપોટપ મરી છે. જે ચિંતાજનક બાબત છે.ઉલ્લેખનીય છે કે એક તરફ નર્મદા યોજનાની કેનાલોની સ્થતિ કથળી રહી છે. અને હવે સરદાર સરોવરમાં પણ માછલીઓ મરી રહી છે.ત્યારે સવાલ છે કે પાણી દુષિત કોણે કર્યું અને આ પાણી પીવા લાયક છે કે પાણીનો રંગ પણ બદલાઈ રહ્યો છે. ત્યારે પાણીના નમૂના નર્મદા ડેમ વિભાગે તપાસ માટે મોકલ્યા છે. અને તેના અહેવાલ બાદ જ ખબર પડશે કે નર્મદાનું પાણી કેમ દુષિત થયુ છે.

Related posts

गुजरात कांग्रेस के ढांचे में भारी फेरबदल : चुनावी कार्य में तेजी

aapnugujarat

ઉત્તર, પૂર્વ, દક્ષિણ ઝોનની ગટરલાઇનની સફાઈ થશે

aapnugujarat

બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ઉત્કૃષ્ટ આઈઇસી કામગીરી કરવા બદલ જીલ્લા વિકાસ અધિકારી સહિત ટીમને સન્માનિત કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1