Aapnu Gujarat
રમતગમત

સુપ્રીમનો શ્રીસંતને સવાલ, સ્પોટ ફિક્સિંગ મામલા અંગે બીસીસીઆઈને જાણ કેમ ન કરી

આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ મામલામાં ફસાયા બાદ ક્રિકેટમાં આજીવન પ્રતિબંધ ભોગવી રહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર શ્રીસંતને બુધવારે સુપ્રીમ કોર્ટે પણ સવાલ કર્યો હતો. કોર્ટે પૂછ્યું કે જ્યારે આઈપીએલ ૨૦૧૩ દરમિયાન સ્પોટ ફિક્સિંગ માટે સટ્ટોડિયાઓએ તેનો સંપર્ક કર્યો હતો, તો તેણે બીસીસીઆઈને આ વાતની જાણ કેમ ન કરી.
કોર્ટે તે પણ સ્વીકાર કર્યો કે, જીવનભર પ્રતિબંધ ભોગવી રહેલા ફાસ્ટ બોલરનો મેચ ફિક્સિંગ પ્રકરણમાં વ્યવહાર સારો ન હતો. પરંતુ ૨૦૧૫માં ટ્રાયલ કોર્ટે તેને સ્પોટ ફિક્સિંગના મામલામાં ક્રિમિનલ કેસમાંથી નિર્દોષ જાહેર કરી દીધો હતો.
ત્યારબાદ શ્રીસંતે જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચને જણાવ્યું કે, બીસીસીઆઈ દ્વારા તેના પર લગાવવામાં આપેલો પ્રતિબંધ કઠોર છે અને તેની વિરુદ્ધ આ આરોપને સાબિત કરવાનો કોઈ યોગ્ય પૂરાવા નથી. ૩૫ વર્ષના ક્રિકેટરે કેરલ હાઈકોર્ટના તે નિર્ણયને પડકાર્યો હતો, જેમાં કોર્ટની ડિવિઝન બેન્ચે તેના પર બીસીસીઆઈના આ પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો હતો.
આ મામલામાં સીનિયર વકીલ સલમાન ખુર્શીદે શ્રીસંતની પૈરવી કરી હતી. સલમાને કોર્ટને જણાવ્યું કે, સ્પોટ ફિક્સિંગના આ કથિત મામલામાં એવા કોઈ પૂરાવા નથી કે, જેમાં તે માનવામાં આવે કે મે ૨૦૧૩માં મોહાલીમાં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં સ્પોટ ફિક્સિંગ કરવામાં આવી હતી. આ સાથે એવા પણ કોઈ પૂરાવા નથી કે આ ક્રિકેટરને તેના બદલામાં કોઈ રકમ મળી હોય. સુનાવણી દરમિયાન બેન્ચે ખુર્શીદને તે રેકોર્ડિંગ ટેલિફોન વાતચીત પર સવાલ કર્યો, જેમાં શ્રીસંત બુકી સાથે સ્પોટ ફિક્સિંગને લઈને વાતચીત કરી રહ્યો છે. બેન્કે ખુર્શીદને પૂછ્યું, તમે (શ્રીસંત) ત્યારે તેની જાણકારી બોર્ડ (બીસીસીઆઈ)ને કેમ ન આપી?
તેના જવાબમાં સીનિયર વકીલે કહ્યું, શ્રીસંત આ સંદંર્ભમાં બોર્ડને સૂચના આપવામાં ફેલ રહ્યો પરંતુ જો તેણે આમ નથી કર્યુ તો, આ સંદર્ભમાં તેના પર વધુમાં વધુ જે પ્રતિબંધ લાગી શકે તે ૫ વર્ષથી વધુ ન હોવો જોઈએ. તેના પર બેન્ચે કહ્યું, આ તમામ ઘટનાક્રમથી તે નક્કી છે કે આ મામલામાં શ્રીસંતનો વ્યવહાર યોગ્ય નહતો. આ વાતમાં કોઈ શંકા નથી. સલમાન ખુર્શીદે શ્રીસંતનો બચાવ કરતા કહ્યું, આ આરોપોના આધાર પર શ્રીસંતને સ્પોટ ફિક્સિંગ મુજબ તે ઓવરમાં ૧૪ રન ખર્ચ કરવાના હતા પરંતુ તેણે ૧૩ રન ખર્ચ કર્યા. ત્યારે તેની સામે દુનિયાના ૨ બેસ્ટ બેટ્‌સમેન એડમ ગિલક્રિસ્ટ અને શોન માર્શ બેટિંગ કરી રહ્યાં હતા.

Related posts

नेपाल में भी अपना जलवा बिखेरते नजर आएंगे गेल

aapnugujarat

श्रीलंका दौरे के लिए बांग्लादेश टीम का ऐलान

aapnugujarat

વિરાટે મેક્સવેલના રિસેપ્શનમાં ડાન્સ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1