Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી સરકાર વાયદાઓ પૂરા કરવા ૬.૪ લાખ કરોડની ઉધારી કરશે

ચાર વર્ષમાં સર્વશ્રેષ્ઠ ક્વાર્ટર પછી ભારતીય બોન્ડ્‌સ એક પરિચિત પડકારનો સામનો કરવા ઊભા છે, જેમાં મે સુધી યોજાનાર રાષ્ટ્રીય ચૂંટણી અગાઉ લોકાર્ષક ઉપાયો માટે રેકોર્ડ ઋણ લેવામાં આવી શકે એવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર શુક્રવારે બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે રૂ. ૬.૪ લાખ કરોડ (૯૦ બિલિયન ડોલર) ઉધાર લેવાની યોજના જાહેર કરી શકે છે એમ બ્લુમબર્ગ ન્યુઝ સર્વેમાં ૧૫ સ્ટ્રેટેજિસ્ટના અંદાજ પ્રમાણે જણાવાયું છે. જે હાલના નાણાકીય વર્ષમાં સંશોધિત ૫.૩૫ ટ્રિલિયન રૂપિયાની તુલનામાં વધુ રહેશે. દરમિયાન રોકાણકારો હાલ ભારતના આર્થિક સ્વાસ્થ્ય અંગે આશંકિત છે કે સરકાર ચૂંટણીના લીધે રાજકોષીય શિસ્તનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ શકે છે. કેમકે તે અગ્રણી મતદાર સમુહ એવા ખેડૂતોને ખુશ કરવા માટે એક સહાયતા પેકેજનો બોજ લે એ શક્ય છે.
છેલ્લા પાંચમાંથી ચાર સપ્તાહમાં સૌથી વધુ કારોબાર કરનારા ૨૦૨૮ બોન્ડ પર યીલ્ડ વધુ રહ્યું છે, પ્રાથમિક ડીલરોએ તેમાં સોવેરીયન ડેટ સેલ ૧૮ જાન્યુઆરીના રોજ બચાવ્યું છે. એસેલ ફંડ્‌સ મેનેજમેન્ટના ફિક્સ્ડ ઈનકમના વડા કિલ્લો પંડ્યાએ કહ્યું હતું, ‘તમામ પ્રી-પોલ બજેટ ચૂંટણીલક્ષી હોય છે અને માર્કેટ એવા સમયે નકારાત્મક રીતે વર્તે છે જો બજેટમાં ખર્ચ ઘણો વધુ હોય અને આવકમાં મહત્ત્વાકાંક્ષા વધુ હોય. આપણે ટૂંકી મેચ્યુરિટીવાળા બોન્ડ પર વધુ આધારિત છીએ. આ જોતા બજેટના પરિદૃશ્યમાં આ આઉટલૂક એટલો સારો નથી.’ સર્વે અનુસાર, બોન્ડ્‌સના રિપેમેન્ટ માટે ચોખ્ખી ઉધારી એડજસ્ટ કરવામાં આવી તે અત્યારના નાણાકીય વર્ષના રૂ. ૩.૯૧ ટ્રિલિયનના સ્થાને રૂ. ૪.૨ ટ્રિલિયન જેટલી રહેશે. જ્યારે ઓક્ટોબર-ડિસેમ્બરના ગાળામાં ૨૦૨૮ બોન્ડ્‌સ પરનું વળતર ઝડપથી ઘટ્યું, જેમાં ક્રૂડ ઓઈલની કિંમતોની ભૂમિકા રહી હતી. આ ઉપરાંત આરબીઆઈએ પણ તેની ડેટ ખરીદીમાં વધારો કર્યો હતો. ફેડરલ બોરોઈંગમાં ૭૦૦ બિલિયન રૂપિયાનો ઘટાડો હતો જે પ્રથમવાર વેચવાલી પછી જોવા મળ્યો છે. વાસ્તવમાં વધુ પ્રમાણમાં ડેટ સેલ્સ અંગેની ચિંતાઓ ઓઈલની કિંમતોનાં કારણે વધી છે. ભારતની ટોચની આયાતમાં આવકવેરા અને મહેસૂલના લીધે સુધરવાનું શરૂ થયું છે. જ્યારે એસેટ સેલ્સ અંદાજ પ્રમાણે છે. પરંતુ આ પૂરતું નથી. બ્લૂમબર્ગના એક અલગ સર્વેક્ષણ અનુસાર માર્ચમાં સમાપ્ત થનાર જીડીપીમાં બજેટ ખાધ ૩.૩ ટકાના લક્ષ્યના સ્થાને ૩.૫ ટકા પર આંકવામાં આવ્યું છે. એ આશ્ચર્ય નહીં ગણાય કે ૨૦૨૮ બોન્ડ પર યીલ્ડ જાન્યુઆરીમાં ૧૮ બેઝિસ પોઈન્ટ વધ્યું છે, જે મુખ્ય વિકસતા એશિયન બજારોમાં સૌથી વધુ છે. જેમાં વૈશ્વિક ફંડોએ પણ આ મહિને સ્થાનિક બોન્ડ્‌સથી ૩૧૭ મિલિયન ડોલર મેળવ્યા છે.રાબોબેન્ક ઈન્ટરનેશનલના વરિષ્ઠ અર્થશાસ્ત્રી હ્યુગો એરકેને કહ્યું હતું કે ૧૦ વર્ષનું યીલ્ડ ૮ ટકા સુધી થઈ શકે છે જો કૃષિ રાહત પેકેજનું કદ સુનિશ્ચિત અને નાણાકીય ખાધ પર વધુ બોજ વધારનારૂં હશે. શુક્રવારે ૨૦૨૮ બોન્ડસ યીલ્ડ ૧ બેઝિસ પોઈન્ટ ઘટીને ૭.૫૫ ટકા રહ્યું હતું. તેમણે કહ્યું હતું, ‘આ સ્થિતિમાં ઓક્ટોબરમાં જોવામાં આવેલા સ્તર પ્રમાણે ૮ ટકાના સ્તર સુધી પહોંચવામાં સરકારને નાણાકીય વર્ષ ૨૦૨૦ સુધીમાં પોતાની ડેટને રિફાઈનાન્સ કરવામાં મુશ્કેલી થઈ શકે છે.’

Related posts

भगवा वस्त्र पहनने वाले मंदिरों में कर रहे बलात्कार : दिग्विजय का विवादिय बयान

aapnugujarat

18 जुलाई विधानसभा में सुबह 11 बजे से फ्लोर टेस्‍ट की प्रक्रिया होगी : कर्नाटक कांग्रेस

aapnugujarat

કર્ણાટકમાં વધારાયેલા ટેક્સ કુમારસ્વામી પરત ખેંચે તેવી શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1