Aapnu Gujarat
મનોરંજન

રોહિત શેટ્ટીની ‘કોપ’ ફિલ્મમાં સલમાન ધૂમ મચાવશે

હાલના સમયમાં બોલીવુડના ટોચના સ્ટાર્સ વચ્ચે કમર્શલ ફિલ્મો માટે સૌથી સફળ નિર્દેશક રોહિત શેટ્ટી સાથે કામ કરવાની હરીફાઈ જોવા મળી રહી છે. પહેલા ‘ગોલમાલ’ સિરીઝ અને ત્યાર બાદ ‘સિંઘમ’ જેવી શાનદાર ફિલ્મોની સફળતા બાદ શાહરૂખ ખાન સાથે રોહિત શેટ્ટીએ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને ‘દિલવાલે’ બનાવી હતી. જ્યારે તાજેતરમાં રોહિત શેટ્ટીની રણવીર સિંહ સાથેની ‘સિંબા’ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ઉપરાંત ગયા વર્ષે રોહિત શેટ્ટીએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’ની જાહેરાત કરી હતી.
હવે એવી ખબર મળી છે કે બોલીવુડના ટોચના ડિરેક્ટર્સમાં પોતાનું નામ સામેલ કરનાર રોહિત શેટ્ટી અને બોલીવુડના ભાઇજાન સલમાન ખાન સાથે કામ કરવાની તૈયારીમાં છે. સૂત્રો મુજબ સલમાન ખાન અને રોહિત શેટ્ટીએ નિર્માતા સાજીદ નડિયાડવાલા સાથે મળીને એક ફિલ્મ બનાવવાની યોજના બનાવી છે. સલમાન ખાન સાથે રોહિત એકવાર ફરી પોલીસવાળાઓના જીવન પર એક ફિલ્મ બનાવશે અને આ ફિલ્મને ૨૦૨૦માં ક્રિસમસ નિમિત્તે રિલીઝ કરવામાં આવશે.
નોંધનીય છે કે આ પહેલા સલમાન ખાને ભાઈ અરબાઝ ખાનની હોમ પ્રોડક્શન ફિલ્મ ‘દબંગ’માં એક પોલીસવાળાનો પાત્ર નિભાવ્યો હતો જે લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે રોહિત શેટ્ટીએ પણ સતત પોલીસવાળાઓના પાત્ર આધારીત ‘સિંઘમ’, ‘સિંબા’ અને ‘સૂર્યવંશી’ જેવી અલગ અલગ કહાની પરદા પર લાવી રહ્યાં છે. જેથી સલમાન અને રોહિતની જોડી કેવી ધૂમ મચાવશે એ જોવા જેવું રહેશે.

Related posts

ઇશા ગુપ્તા પાસે હાલમાં ચાર ફિલ્મો હાથમાં

aapnugujarat

રણવીર સાથે કરિશ્મા તન્ના ચમકશે

aapnugujarat

PC declares sequel of superhero film ‘We Can Be Heroes’

editor

Leave a Comment

UA-96247877-1