Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બાબા સાહેબ આંબેડકરને મજબૂરીમાં ભારત રત્ન આપવામાં આવ્યો : અસદુદ્દીન ઓવૈસી

યોગગુરૂ બાબા રામદેવ બાદ હવે અસદુદ્દીન ઓવૈસી એ ભારત રત્નને લઇ પ્રશ્ન ઉઠાવ્યો છે. ઓવૈસીનું કહેવું છે કે અત્યાર સુધીમાં કેટલાં દલિત, આદિવાસીઓ અને ગરીબ બ્રાહ્મણોને આપવામાં આવ્યો છે? મહારાષ્ટ્રના કલ્યાણમાં રેલી દરમ્યાન ઓવૈસી એ કહ્યું કે મને એ બતાવો કે જેટલા ભારત રત્નના સમ્માન અપાયા તેમાંથી કેટલાં દલિત, આદિવાસી, મુસલમાન, ગરીબો, ઊંચી જાતિઓ અને બ્રાહ્મણોને અપાયા? ઓવૈસી અહીં પ્રકાશ આંબેડકર માટે વોટ માંગી રહ્યાં હતા.
ઓવૈસી એ ડૉ.ભીમરાવ આંબેડકરને ભારત રત્ન આપવાને પણ મજબૂરી ગણાવી. તેમણે કહ્યું કે બાબા સાહેબને ભારત રત્ન આપવામાં આવ્યો હતો પરંતુ દિલથી નહીં, મજબૂરીની સ્થિતિમાં આપ્યો.
ઓવૈસીએ નિતિન ગડકરીના નિવેદન પર કહ્યું કે તેઓ પીએમ મોદીને અરીસો દેખાડી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે મુંબઇમાં આયોજીત એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે સપના દેખાડનારા નેતા લોકોને સારા લાગે છે, પરંતુ દેખાડવામાં આવેલા સપના જો પૂરા નહીં કરાય તો પ્રજા તેમની પિટાઇ પણ કરે છે, આથી સપનાં એવા દેખાડો જે પૂરા થઇ શકે. હું સપનું દેખાડનારાઓમાંથી નથી. હું જે બોલું છું તે ૧૦૦ ટકા ડંકાની ચોટ પર પૂરું કરું છું.

Related posts

કોર્ટ અયોધ્યા મામલે ઝડપી ચૂકાદો આપેઃ રવિશંકર પ્રસાદ

aapnugujarat

પીએમ મોદીએ ચાર રાજ્યોના સીએમ સાથે યોજી બેઠક

editor

માયાવતીની લોકસભા ચૂંટણી ન લડવાની ઘોષણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1