Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રિયંકા ગાંધીમાં મતદારોને પ્રભાવિત કરવાનો કરિશ્મા છે : શશી થરુર

આગામી લોકસભા ચૂંટણી અંગે કોંગ્રેસ નેતા શશિ થરુરે કહ્યુ છે કે તેમની પાર્ટી આ વખતે કોઈ કરકસર બાકી નહિ રાખે. કારણકે તેમની પાર્ટી કેન્દ્રની મોદી સરકારની ઉખાડી ફેંકવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ પીએમ મોદી પર ’ધ પેરાડોક્સિકલ પ્રાઈમ મિનિસ્ટર’ શીર્ષક નામથી પુસ્તક લખનાર શશિ થરૂરે કહ્યુ કે સાર્વજનિક રીતે પીએમ તમાર પ્રકારની ઉદાર વાતો કરે છે જેમ કે સબકા સાથ, સબકા વિકાસ કે પછી સંવિધાન મારુ એકમાત્ર પવિત્ર પુસ્તક છે. પરંતુ રાજકારણમાં તે ભારતીય સમાજના સૌથી ’અનુદાર તત્વો’ પર નિર્ભર રહે છે.
દેશના રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર શશિ થરૂરે કહ્યુ છે કે તેમનામાં મતદારોને પ્રભાવિત કરવાનો કરિશ્મા છે અને તે પાર્ટી માટે મૂલ્યવાન સાબિત થશે. શશિ થરુરે કહ્યુ છે કે સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસ બધી બાધાઓ ખતમ કરી દેશે. તેમણે કહ્યુ કે પ્રિયંકા ગાંધીને બહેતર અપીલવાળા અને વિશ્વસનીય નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે. શશિ થરુરે કહ્યુ કે હજુ સુધી તે સીમિત હતા, પોતાને અમેઠી અને રાયબરેલી સુધી સીમિત રાખ્યા હતા.
શશિ થરુરે કહ્યુ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીનું લક્ષ્ય મોદીને સત્તામાંથી ઉખાડી ફેંકવાનું છે. અમે મોદી અને તેમની સરકારને બહાર કરવા ઈચ્છીએ છીએ. તેમણે પ્રિયંકા ગાંધી વિશે કહ્યુ કે તેમને સાર્વજનિક રીતે હજુ પોતાની ધાક જમાવવાની છે પરંતુ પાર્ટીમાં અંદરની બાબતોમાં તેમને જોવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તિરુવનંતપુરમમાં સાંસદ, ૬૨ વર્ષીય થરૂરે ઘણી બીજા મુદ્દાઓ પર પણ પોતાની વાત કહી છે.

Related posts

ઉર્જિત પટેલ સંસદીય પેનલ સમક્ષ ઉપસ્થિત થયા

aapnugujarat

સેન્સેક્સમાં ૩૮૬ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

જજોના વિવાદ મુદ્દે મીડિયા પર રોક લગાવવા સુપ્રીમનો ઈનકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1