Aapnu Gujarat
મનોરંજન

મને પોલિટિકલ ફિલ્મો કરવી ગમે છે : જ્હૉન અબ્રાહમ

મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમે કહ્યું હતું કે મને પોલિટિકલ થીમ ધરાવતી ફિલ્મો કરવી ગમે છે અન ે સારા પોલિટિશ્યનો સત્તા પર હોય એ વાત મને વધુ ગમે છે.
અગાઉ પરમાણુ અને સત્યમેવ જયતે જેવી હિટ ફિલ્મ કરી ચૂકેલો જ્હૉન હાલ બે સરસ ફિલ્મો કરી રહ્યો છે-બાટલા હાઉસ અને રોમિયો અકબર વોલ્ટર (રૉ). બાટલા હાઉસ પાટનગર નવી દિલ્હીમાં એક આતંકવાદીના પોલીસ દ્વારા થયેલા એેન્કાઉન્ટરની વાત જ્યારે રૉમાં જાસૂસીની કથા છે.
’અગાઉ મેં મદ્રાસ કાફે અને પરમાણુ જેવી ફિલ્મો કરી હતી જેમાં પણ પોલિટિકલ એાવરટોન હતો. મને પોલિટિકલ થીમ હોય અને સારા નેતાઓ સત્તા પર હોય એવી ફિલ્મો કરવી ગમે છે. આથી વધુ હું કશું કહેવા માગતો નથી. અમે અદાકારો છીએ અને અમારું કામ લોકોનું મનોરંજન કરવાનું છે. પોલિટિકલ સમીક્ષા કરવાનું અમારું કામ નથી.
બાળકો માટેની મેરેથોન દોડ કાર્યક્રમ દરમિયાન જ્હૉન મિડિયા સાથે વાત કરી રહ્યો હતો. તાજેતરમાં પ્રિયંકા વાડ્રા રાજકારણમાં પ્રવેશી એ વિશે એને સવાલ પૂછવામાં આવતાં એણે આ ટકોર કરી હતી કે અમારું કામ માત્ર મનોરંજન કરવાનું છે. રાજકીય બાબતો અંગે અભિપ્રાય આપવાનું અમારું કામ નથી.

Related posts

‘द एक्सिडेंटल प्राइम मिनिस्टर’ में संजय बारू का रोल अक्षय निभाएंगे

aapnugujarat

પ્રિયંકા ચોપડાને ત્રીજી હોલિવુડ ફિલ્મ મળી : રિપોર્ટ

aapnugujarat

સેક્સી કેટી પેરીએ ટિ્‌વટર પર ફોલોઅર્સ અંગે રેકોર્ડ સર્જ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1