Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકા ચોપડાને ત્રીજી હોલિવુડ ફિલ્મ મળી : રિપોર્ટ

મે મહિનામાં બેવોચ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ પ્રિયંકા ચોપડા હાલમાં તેની બીજી હોલિવુડ ફિલ્મ એ કિડ લાઇક જેકને લઇને વ્યસ્ત બનેલી છે. હવે એવા સમાચાર મળ્યા છે કે તેની પાસે હવે સતત સારી હોલિવુડ ફિલ્મની ઓફર આવી રહી છે. તેની પાસે મોટી ફિલ્મ હાથમાં આવી ગઇ છે. રોમકોમ ફિલ્મ ઇઝન્ટ ઇટ રોમેન્ટિક હાથ લાગી છે. આ ફિલ્મમાં લિયામ હેમ્સવર્થ, રીબેલ વિલ્સન અને એડમ ડિવાઇન જેવા કલાકારો કામ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપડા ફિલ્મમાં યોગ ગુરૂની ભૂમિકા અદા કરી રહી છે. ફિલ્મ નિર્માતા દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ મુજબ પ્રિન્સિપાલ ફોટોગ્રાફીની શરૂઆત થોડાક દિવસ પહેલા જ કરવામાં આવી હતી. આ ફિલ્મ ન્યુયોર્ક શહેરમાં રહેનાર એક આર્કિટેક્ટની પટકથા છે. ફિલ્મની પટકથા તૈયાર કરી લેવામાં આવી છે. જે તમામ લોકોને પસંદ પડી શકે છે. પ્રિયંકા ચોપડા માત્ર હોલિવુડમાં જ નહી બલ્કે બોલિવુડની પણ કેટલીક ફિલ્મો કરી રહી છે. તમામ ફિલ્મો તે સાથે કરી રહી છે. તે ફિલ્મ નિર્માણમાં પણ કુદી ચુકીછે. તેની માતા સાથે મળીને પ્રાદેશિક ફિલ્મો બનાવવામાં આવી રહી છે. મળલી માહિતી મુજબ રોમકોમ ફિલ્મ વેલેન્ટાઇન ડે વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં ફિલ્મને પહેલી તકે આગળ વધારી દેવામાં આવી છે. પ્રિયંકા ચોપડા હવે વધારે હિન્દી ફિલ્મો કરે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. કારણ કે તેની પાસે હોલિવુડ ફિલ્મો સતત આવી રહી છે. તે આના કારણે સમય કાઢી શકે તેવી શક્યતા ખુબ ઓછી છે. પ્રિયંકાની લોકપ્રિયતા ક્વાન્ટિકોના કારણે સમગ્ર અમેરિકામાં વધી ગઇ છે. તે હવે સ્ટાર તરીકે ઉભરી રહી છે. ટોપ અભિનેત્રીઓ કરતા તે આગળ નિકળી ગઇછે.પ્રિયંકા ચોપડાની સફળતાને લઇને બોલિવુડમાં પણ તેની ચર્ચા જોવા મળી રહી છે.

Related posts

सुरेखा सीकरी की हालत स्थिर

editor

जल्द रिलीज होगी रजनीकांत की फिल्म ‘काला’ : रिपोर्ट

aapnugujarat

અમિતભાની રિમેક ફિલ્મોને કારણે રજનીકાંત બન્યાં સુપરસ્ટાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1