Aapnu Gujarat
મનોરંજન

બિગ બોસ ૧૦ની પ્રિયંકા જગ્ગા બોલિવુડમાં આવી

બિગ બોસ-૧૦માં રહેલી પ્રિયંકા જગ્ગા હવે બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. તે ઇન્દ્રકુમારની ફિલ્મ મારફતે એન્ટ્રી કરનાર છે. હજુ સુધી ફિલ્મના નામની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ટુંક સમયમાં ફિલ્મને લઇને વિગતો જાહેર કરાશે. બિગ બોસ શોમાં કેટલાક પાત્રો એવા હતા જેને લઇને સામાન્ય ચાહક વર્ગમાં પણ નારાજગી અને નફરત હતી. તેમાં સ્વામી અને પ્રિયંકા જગ્ગાનો સમાવેશ થાય છે. જો કે પ્રિયકા જગ્ગાને તો હવે તેવા વિવાદ કામ લાગ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ પ્રિયંકા જગ્ગા હવે બોલિવુડ ફિલ્મોમાં એન્ટ્રી કરી રહી છે. ટાસ્ક દરમિયાન ખુબ જ ખરાબ અને અશ્લીલ વર્તનના કારણે લોકોમાં ચર્ચામાં રહેલી જગ્ગાને બોલિવુડ ફિલ્મોની ઓફર આવી હોવાના હેવાલ મળ્યા છે. બાકીના સ્પર્ધકો સાથે ગાળો બોલવા અને મનુની માતાને લઇને મજાક કરવાના કારણે જગ્ગા ચર્ચામાં રહી હતી. સુપરસ્ટાર સલમાનના અપમાન કરવાથી પણ તે ચુકી ન હતી. પોતાના આ તમામ કારનામાના કારણે તે તમામ સ્પર્ધકો પૈકી સૌથી વધારે નફરત કરનાર સ્પર્ધક તરીકે રહી હતી. તેની હરકતના કારણે સલમાન ખાને તેને બહારનો રસ્તો બતાવ્યો હતો. જગ્ગાને તો નારાજ સલમાને એમ પણ કહ્યુ હતુ કે જો પ્રિયંકાને ફરી શોમાં બોલાવવામાં આવશે તો તે ચેનલની સાથે કામ કરવાનુ બંધ કરી દેશે. પરંતુ આના કારણે જગ્ગાને ફાયદો થયો છે. તે બિગ બોસના ઘરમાંથી બહાર થઇ ગઇ છે પરંતુ તેની પાસે ફિલ્મોની ઓફર આવી છે. નિર્માતા ઇન્દર કુમારની આગામી ફિલ્મ માટે તેની પસંદગી કરી લેવામાં આવી છે.

Related posts

वरुण बेहद पसंद है और काफी हॉट लगते हैं : अनन्या

aapnugujarat

ભાવનગર ખાતે યુવા સરકાર… એક વિચાર મુવીનું ટ્રેલર લોન્ચ

editor

બાહુબલી માટે દેવસેનાએ ખુબ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1