Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જજોના વિવાદ મુદ્દે મીડિયા પર રોક લગાવવા સુપ્રીમનો ઈનકાર

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે ચાલી રહેલા ચાર ન્યાયાધીશોના વિવાદ બાદ મીડિયા પર રોક લગાવવાનો ભારતની સર્વોચ્ચ અદાલતે ઈન્કાર ક્રયો છે.  સુપ્રીમ કોર્ટે ચાર ન્યાયાધીશોના વિવાદને પ્રકાશિત કરવા, ન્યાયાધીશોના મુદ્દા પર ચર્ચા અને તેના રાજનીતિકરણને લઈને મીડિયા પર રોક લગાવવાની અરજીને સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી છે.ગુરુવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, તેઓ સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રીના રેકોર્ડ બાદ જ સુનાવણી કરશે. મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ચાર ન્યાયાધીશો દ્વારા તાજેતરમાં આજિત કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ પર ચર્ચા અને આ મામલાના રાજનીતિકરણ પર તાત્કાલિક રોક લગાવવાની માગણી પણ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોએ મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ ખુલ્લેઆમ મોરચો ખોલ્યો અને પ્રેસ કોન્ફરન્સ કરીને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાને પત્ર લખવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

Related posts

કેરળમાં વરસાદ જારી રહેતા સ્થિતી વણસી

aapnugujarat

દેશમાં ટમેટાંનાં ભાવ ૧૫ દિવસમાં ચાર ગણા વધી ગયા

aapnugujarat

કોલસા કાંડ : મધુ કોડાની સજા ઉપર સુનાવણી ટળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1