Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પરમાણુ સક્ષમ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ : ૫,૦૦૦ કિ.મી.ની રેન્જ

ભારતે ખુબ જ શક્તિશાળી અતિ આધુનિક પરમાણુ સક્ષમ અગ્નિ-૫ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ કરીને તેની તાકાતનો પરિચય ફરી એકવાર આપ્યો છે. ઓરિસ્સાના દરિયાકાઠા પર અબ્દુલ કલામ આઇલેન્ડથી આ મિસાઇલનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આની સાથે જ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં તેના સમાવેશની દિશામાં પણ ભારતે મોટુ પગલુ લીધુ છે. આ મિસાઇલ ચીનના મોટા ભાગના ઉત્તરપૂર્વીય વિસ્તારો સુધી ત્રાટકવામાં સક્ષમ છે. તેની ત્રાટકવાની રેંજ ૫૦૦૦ કિલોમીટરથી વધારેની છે. સમગ્ર ચીન ટાર્ગેટ હેઠળ આવી જતાં ભારતની મોટી સફળતા તરીકે આને જોવામાં આવે છે. મિસાઇલની વિશેષતા પણ અનેકગણી રહેલી છે. આ મિસાઇલ અવાજ કરતા પણ ૨૪ ગણી વધુ ઝડપથી ત્રાટકી શકે છે. ૫૦ ટન વજન મિસાઇલનું રહેલું છે. આ ઉપરાંત અગ્નિ-૫ મિસાઇલ ૧.૫ ટન સુધી ન્યુક્લિયર વોરહેડ લઇને ત્રાટકવામાં સક્ષમ છે. ચીન સહિત સમગ્ર એશિયા તેના હિટલિસ્ટમાં છે. હજુ સુધી આ પહેલા પણ આના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. અંતિમ ટેસ્ટ ૨૬મી ડિસેમ્બર ૨૦૧૬ના દિવસે કરાયું હતું તે પહેલા ૧૯મી એપ્રિલ ૨૦૧૨ના દિવસે પ્રથમ પરીક્ષણ, ૧૫મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે બીજુ પરીક્ષણ અને ૩૧મી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે ત્રીજુ પરીક્ષણ કરાયું હતું. પરીક્ષણ માટે નક્કી કરવામાં આવેલા તમામ ધારાધોરણ મુજબ આ મિસાઇલ ટેસ્ટમાં પાર ઉતરતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. અત્રે નોંધનીય છે કે ૨૬મી ડિસેમ્બર ૨૦૧૬ના દિવસે અગ્નિ-૫ મિસાઇલનુ છેલ્લી વખત પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. એ વખતે ચોથા અને અંતિમ પ્રાયોગિક પરીક્ષણ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ૬ણ સ્ટેજમાં મિસાઇલ છે. આ મિસાઇલ ૫૦ ટનનુ વજન ધરાવે છે. એપ્રિલ ૨૦૧૨માં ૧૭ મીટર લાંબી અગ્નિ-૫ મિસાઇલનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ક્રમશ જાન્યુઆરી ૨૦૧૫ અને ડિસેમ્બર ૨૦૧૬માં પણ તેનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. અગ્નિ-૫ એક વખતે સામેલ થઇ ગયા બાદ ભારત એવા દેશોની યાદીમાં જોડાઇ જશે જે દેશોની પાસે આ પ્રકારની મિસાઇલ છે. જેની રેંજ ૫૦૦૦- ૫૫૦૦ કરતા વધારે છે. આવી મિસાઇલ ધરાવનાર દેશોમાં અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટનનો સમાવેશ થાય છે.ભારત પાસે તેના શસ્ત્રાગારમાં અન્ય ઘાતક હથિયારો છે. જેમાં ટુંકા રેંજની પૃથ્વી અને ધનુષ મિસાઇલ સામેલ છે. સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં અગ્નિ-૧, અગ્નિ-૨, અગ્નિ-૩ મિસાઇલ પહેલાથી જ સામેલ કરવામાં આવી ચુકી છે. આ મિસાઇલ પાકિસ્તાનને ટાર્ગેટ રાખીને તૈયાર કરાઇ છે. જ્યારે અગ્નિ-૪ અને પાંચ ચીનને રોકવા માટે તૈયાર કરવામાં આવી છે. ભારત પાસે અન્ય ઘાતક મિસાઇલ પણ છે.

Related posts

राष्ट्रपति कोविंद के लिए एयरस्पेस खोलने से पाकिस्तान ने किया इनकार

aapnugujarat

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાંથી ૧,૯૦૦ કરોડ ખેંચી લેવાયા

aapnugujarat

શિર્ડી એરપોર્ટને ફૂંકી મારવાની ધમકી મળતાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1