Aapnu Gujarat
બ્લોગ

બજેટ ખેડુતોને બખ્ખા કરાવશે

કેન્દ્રની મોદી સરકાર ગયા બે વર્ષની જેમ જ ૧ ફેબ્રુઆરીઓ પોતાનું બજેટ રજૂ કરવાની છે. મીડિયા રિપોર્ટસ મુજબ ૨૦૧૯ની લોકસભાની ચુંટણીઓના થોડા સમય પહેલા જ રજૂ થનાર આ બજેટમાં નાણાંમંત્રી અરુણ જેટલી સામાન્ય માણસ એટલે કે મધ્યમ વર્ગને વધુ રાહત આપતું બજેટ રજૂ કરી શકે. મોદી સરકારના આ બજેટથી દરેક વર્ગના લોકોને ઘણી અપેક્ષાઓ છે.મોદી સરકારનું અંતિમ બજેટ સરકાર અને જનતા બંને માટે બહુ મહત્વનું રહેવાનું છે. એવામાં અમે આજે તમને બજેટ સાથે સંકળાયેલ એક ખાસ વાત જણાવવાના છીએ. ભારતીય બજેટનો પોતાનો એક અલગ ઇતિહાસ છે અને તેની સાથે સંકળાયેલ કેટલીક બાબતો એવી છે જેના બહુ ઓછા લોકો જાણે છે. જેમકે બજેટ પ્રથમ વખત ક્યારે હિન્દીમાં રજૂ કરવામાં આવ્યું.દેશમાં સૌ પહેલા વર્ષ ૧૯૫૫-૫૬માં પ્રથમ વખત હિંદીમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આની પહેલા બજેટ ફક્ત અંગ્રેજીમાં લખવામાં આવતું હતું અને અંગ્રેજમાં જ રજૂ કરવામાં આવતું હતું. બજેટની હિંદીમાં લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તેને સામાન્ય માણસ પણ સરળતાથી સમજી શકે. આ સિવાય હિંદીમાં બજેટ લાવવાનો બીજો એક આશય હતો કે દેશની વાત દેશની ભાષામાં રજૂ કરવામાં આવે. આથી ૧૯૫૫-૫૬ બાદ સતત બજેટ ભાષણ હિંદી અને અંગ્રેજી બંને ભાષામાં તૈયાર થતું આવ્યું છે. એ વાત અલગ છે કે દેશના નાણાંમંત્રી પોતાની સુવિધા મુજબ બજેટનું ભાષણ હિંદી અથવા અંગ્રેજીમાં વાંચન કરે છે.બજેટ શબ્દની ઉત્પતિ લેટિન શબ્દ બુલ્ગાથી થઈ છે. બુલ્ગાનો અર્થ થાય છે ચામડાનો થેલો. તેના બાદ ફ્રાંસીસી શબ્દ બોઉગેટ આવ્યો અને ત્યારબાદ અસિતત્વમાં આવ્યો અંગ્રેજી શબ્દ બોગેટ અથવા બોજેટ અથવા તો પછી આ બજેટ શબ્દ આવ્યો. આમ, બજેટ શબ્દ પણ વિવિધ દેશાંતરણ કરીને આવ્યો છે. અગાઉ કહ્યું તેમ ચામડાના થેલા પરથી શબ્દ ઉતરી આવેલો હોવાથી બજેટ રજૂ કરનારા નેતાઓ પણ ચામડાના થેલાને લઈને જ સંસદમાં આવે છે. જેની પાછળનું કારણ પણ લેટિન શબ્દ બુલ્ગા જ છે. જો કે આ શબ્દનો ઈતિહાસ છે. બાકી થેલાનો ઉપયોગ તો હવે માત્ર બજેટના કાગળીયા લઈ આવવા માટે જ થાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે શાસનની સમયાવધિ આવી રહી છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આ પહેલા તા.૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ વચગાળાના નાણામંત્રી પિયુષ ગોયલ વર્ષ ૨૦૧૯-૨૦નું લેખાનુદાન રજુ કરશે. જોકે, યશવંત સિંહે બજેટની રજૂઆત સાંજના બદલે સવારે શરુ કરી, જેમ અત્યારે બીમારીના કારણે અમેરિકામાં સારવાર લઇ રહેલા અરૂણ જેટલીએ બજેટને ફેબ્રુઆરીના અંતિમ દિવસને બદલે તા.૧ ફેબ્રુઆરીએ રજૂ કરવાનો ચીલો પાડ્યો તેમ મોદી સરકાર લેખાનુદાનમાં નવી યોજનાઓની જાહેરાત કરશે એ નક્કી છે.ઓક્ટોબર મહિનાથી ફુગાવાના આંકડા દર્શાવી રહ્યા છે કે કૃષિ ક્ષેત્રની હાલત નબળી છે. કૃષિ ચીજો – તેલ, અનાજ, કઠોળ અને શાકભાજીના ભાવ સતત ઘટી રહ્યા છે. આ ભાવ ઘટાડાના કારણે ખેડૂતને તેની ઉપજના ખર્ચ કરતા પણ ઓછું વળતર મળી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં લગભગ ચાર વખત ખેડૂતોએ દેશની રાજધાની નવી દિલ્હીમાં રેલીઓ કાઢી છે. ભાજપે ડીસેમ્બરમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર ગુમાવી તેનું કારણ પણ ગ્રામ્ય વિસ્તારમાં કેન્દ્રની નીતિઓ સામેનો આક્રોશ જોવા મળ્યો. એટલે એ વસ્તુ ચોક્કસ છે કે ખેડૂતો માટે નવી જાહેરાતો આવશે.નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં દેશની નાણા ખાધ ૩.૩% રહેશે એવો નાણાપ્રધાન અરૂણ જેટલીએ અંદાજ મુક્યો હતો. અત્યારે સરકારની કર આવક અને ડીસઇન્વેસ્ટમેન્ટની આવક પણ ધારણા કરતા ઓછી છે. સામે સરકારી ખર્ચ વધારે છે. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા અનુસાર નવેમ્બરના અંતે નાણા ખાધ ૩.૮૩% હતી. આ રાજકોષીય ખાધ જેટલી વધારે એટલું ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ ઓછો એવું નિષ્ણાતો માને છે. એટલે સરકાર માટે વધારાના ખર્ચ કરવાનું કાર્ય કઠિન છે.કેન્દ્ર સરકાર પાસે બહુ ઓછા વિકલ્પ છે કે જેનાથી કૃષિ ક્ષેત્રને ટેકો આપી શકાય. એક વિલ્ક્પ છે કે સરકાર ખર્ચ વધારે અને રાજકોષીય ખાધ અંગે વિચાર પડતો મુકે. વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં સરકારે દલીલ કરી હતી કે મહેસૂલી ખાધ અર્થહીન છે કારણ કે આરોગ્ય, શિક્ષણમાં રોકાણ થઇ ગયું છે જેને મહેસુલી ખર્ચ ગણવામાં આવે છે એટલે મહેસુલની ખાધ (સરકારની એક વર્ષમાં કર અને કર સિવાયની આવક સામે સરકારનો બધો જ ખર્ચ) ઘટે કે નહી તે અંગે વિચાર પડતો મુકવો જોઈએ.બીજો વિકલ્પ છે સરકાર અન્ય વિભાગ કે યોજનાનો ખર્ચ ઘટાડે અને કૃષિ માટે ફાળવણી વધારે. અત્યારે આ વિકલ્પ યોગ્ય લાગે છે. પણ સરકાર અન્ય વિભાગમાં બહુ મોટી નાણાની કાપ મૂકી શકે તેમ નથી. કૃષિ અને કૃષિ સંલગ્ન વિભાગ માટે વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ રૂ.૫૪,૦૦૦ કરોડની ફાળવણી કરી હતી. કેન્દ્રના અંદાજ અનુસાર નવી ફાળવણી વધીને રૂ.૬૦,૦૦૦ કરોડથી રૂ.૬૫,૦૦૦ કરોડ વચ્ચે રહેવાની ધારણા છે. આ સિવાયનો વિકલ્પ છે ખેડૂતોને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર એટલે કે જમીનના ક્ષેત્રફળ અનુસાર સીધી જ રકમ તેમના ખાતામાં જમા કરાવવી. આ મોટો નિર્ણય છે પણ તેનાથી સરકાર દ્વારા થતો ખર્ચ વધશે નહિ અને ખેડૂતોને લાગશે તેમના માટે સરકારે રાહત આપી. ખેડૂતને રાજી રાખવા માટે સરકાર મોટી જાહેરાત કરે, વધારે નાણાની ફાળવણી કરશે એવી ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે. જોકે, જે જાહેરાત ચર્ચામાં છે – કે ખેડૂતના ખાતામાં સીધી રોકડ તેની જમીનના ટુકડા પ્રમાણે આપવામાં આવશે – તે સાવ નકામી છે. એમાં માત્ર પૈસા આપવાની રીત જ બદલાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અત્યારે લગભગ રૂ.૨,૦૦,૦૦૦ કરોડની વીજળી, ખાતર, ઓછા વ્યાજે લોન આપવી અને અન્ય ચીજો ઉપર રાહત આપવા પાછળ ખર્ચ કરે છે. મોદી સરકારે સ્થાપેલા નીતિ આયોગનું કહેવું છે કે આ બંધ કરો અને આટલી જ રકમ તમે સીધી ખેડૂતના ખાતામાં તેની પાસે જેટલી જમીન હોય તેના ઉપર ચૂકવો. જેથી બધા ખેડૂતની રાહત મળે, અત્યારની સબસીડી પ્રણાલી બંધ થાય અને તેના વિતરણનો વહીવટી ખર્ચ બંધ થાય. એટલે દરેક ખેડૂતને રૂ.૧૪૯૯૬ પ્રતિ હેક્ટર આપવામાં આવશે. આ યોજનાની જાહેરાત શક્ય છે પણ એના માટે રાજ્ય સરકારની સહમતિ જરૂરી છે. બંધારણની દ્રષ્ટિએ કૃષિ રાજ્ય સરકારનો વિષય છે અને તેમાં વીજળી, વ્યાજમાં રાહત અને કેટલાક રાજ્યોમાં ખાતરમાં આપવામાં આવતી રહતો પણ રાજ્ય સરકાર આપે છે. એટલે રાજ્ય સરકારની સહમતિ વગર, તૈયારી વગર આ શક્ય નથી.કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહે બુધવારે જણાવ્યું હતું કે, બજેટ દેશના ખેડૂતો માટે સમર્પિત હશે. કારણ કે, સરકારે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષય નક્કી કર્યું છે. ક્રોપ કેર ફેડરેશન ઑફ ઈન્ડિયા (સીસીએફઆઇ) દ્વારા યોજાયેલી એક પરિષદમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, “એ ગૌરવની વાત છે કે વિવિધ કૃષિ પ્રોજેક્ટ્‌સના અમલીકરણને કારણે, કૃષિ ક્ષેત્રમાં અગ્રણી અર્થતંત્રોમાં ભારત એક બની ગયું છે.” તેમણે કહ્યું કે, કૃષિ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોએ આ વિસ્તાર બદલી નાખ્યો છે અને આગામી બજેટ ખેડૂતોને સમર્પિત હશે.તેમણે કહ્યું હતું કે, અગાઉના સરકારે વર્ષ ૨૦૦૯-૨૦૧૪ દરમિયાન કૃષિ મંત્રાલયના બજેટરી ફાળવણી ૧.૨૧ લાખ કરોડ રૂપિયા રાખી હતી. જ્યારે મોદી સરકારે ૨૦૧૪ – ૧૯ દરમિયાન ૨.૧૧ લાખ કરોડ રૂપિયા કરી દીધા હતા. અગાઉ ૧૮ જાન્યુઆરી (શુક્રવાર)ના રોજ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કિશન મોરચાના પ્રમુખ વિરેન્દ્ર સિંહ મસ્તે કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ખેડૂતોની સમૃદ્ધિ માટે એક મોટો નિર્ણય લેવામાં આવશે. મસ્તે સંભવિત નિર્ણય વિશે કોઈ વધારાની વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો હતો. મસ્તે કહ્યું હતું કે ગ્રામીણ વિકાસ અને કૃષિ ક્ષેત્રમાં સરકારે ‘ઐતિહાસિક’ નિર્ણયો કર્યા છે.મસ્તે એમ પણ કહ્યું કે, દેવું માફી દેશના ખેડૂતોની સમસ્યાઓનો કાયમી ઉકેલ નથી. મસ્તે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બીજેપી કિશન મોરચા આગામી મહિને રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૪ ફેબ્રુઆરીના રોજ તેના અંતિમ સત્રને સંબોધશે.સૂત્રોના જણાવ્યા મુજબ, નાણા મંત્રી આ બજેટમાં કરમુક્ત આવકની મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરી શકે છે, જે હાલમાં ફક્ત ૨.૫ લાખ રૂપિયા છે. આ ઉપરાંત, આવક વેરા અધિનિયમની કલમ ૮૦ સી હેઠળ આવક પર કરમુક્ત આવકની મર્યાદા રૂ. ૧.૫ લાખથી વધારીને રૂ. ૩ લાખ કરવામાં આવી શકે છે, જેથી જે લોકો આઠ લાખ સુધી કમાણી કરે છે તેમને કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે.આ વર્ષેનું બજેટ હવે રજૂ થવાનું જ છે. આ વર્ષે દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવે તે પહેલાં તે એક વચગાળાનું બજેટ હોવા છતાં, સરકારે સૂચવ્યું છે કે તે માત્ર વટ-ઓન એકાઉન્ટ્‌સ નહીં હોય. સરકારે ગયા વર્ષે કરમાં કોઈ મોટો ઘટાડો જાહેર કર્યો નથી, તેથી સાંભળવા મળી રહ્યું છે કે, સરકાર લોકસભા ચૂંટણી પહેલાં મધ્યમ વર્ગ માટે કેટલાક ટેક્સ પ્રોત્સાહન આપી શકે છે. વચગાળાનું બજેટ હોવા છતાં, ત્યાં કોઈ સખ્ત કાયદો નથી જે સરકારને નવી નીતિ ઘડવાની અથવા તેને લાભ આપવાથી અટકાવે છે અને તે ખૂબ અપેક્ષિત છે કે સરકાર એવા કેટલાક ફેરફારો કરી શકે છે જે લોકોને મદદ કરશે વધુ પૈસા બચાવવા અને વધુ સારી રીતે બચાવવામાં સહાય કરી શકે છે. સરકાર તેના કરદાતાઓ માટે આ કરી શકે છે.૮૦ સી મુક્તિ મર્યાદામાં વધારો ભારતીય મધ્યમ વર્ગની સૌથી વધુ અપેક્ષા એ છે કે તેઓ તેમના રોકાણ પર વિશેષ ધ્યાન આપે છે. હાલમાં, એક વ્યક્તિ પીપીએફ, લાઇફ ઇન્શ્યોરન્સ અને પેન્શન પ્લાન્સ, હોમ લોન ચુકવણીઓ, ઇએલએસએસ, પ્રોવિડન્ટ ફંડ, વગેરેમાં રોકાણ કરીને સેક્શન ૮૦ સી હેઠળ ૧.૫ લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આવક અને ફુગાવાના વધારાને ધ્યાનમાં રાખીને, આ સીમા થોડી ઓછી લાગે છે. આ મર્યાદા ૨ થી ૨.૫ લાખ રૂપિયામાં વધારવાનું ખૂબ જ સારું રહેશે અને તે લોકોને નાણાકીય અસ્કયામતોમાં વધુને વધુ રોકાણ કરવા પ્રોત્સાહિત કરશે. ઇએલએસએસ એકમાત્ર મ્યુચ્યુઅલ ફંડ છે જે કલમ ૮૦ સી હેઠળ કર કપાતને સરળ બનાવે છે. આવા ડેટ ફંડ અને હાઈબ્રીડ ફંડ જેવા એસેટ ક્લાસને જો અપરિવર્તનવાદ રોકાણકારોનું પસંદગીનું રોકાણ માધ્યમ છે. તેને સેક્શન ૮૦ સી હેઠળ ડેટ / હાઈબ્રીડ ફંડ્‌સને પણ સામેલ કરવામાં આવે. ઘર ખરીદદારોને ૮૦ સી હેઠળ વધુ લાભ કરદાતાઓ ઈચ્છે છે કે સરકાર હોમ લોન્સ માટે ખાસ કરીને મોટા શહેરોમાં ઘર ખરીદનાર માટે ટેક્સ કપાતની સીમાને વધારે. ૨ લાખ રૂપિયાની વર્તમાન સીમાને બમણી કરીને ૪ લાખ રૂપિયા કરવાથી ઘણા ઉધારકર્તાઓને, ખાસ કરીને મુંબઈ જેવા શહેરોના દેવાદારોને ખાસ કરીને મુંબઈ જેવા શહેરોના દેવાદારોને ખુબ જ લાભ થશે. સામાન્ય રીતે મોટાભાગના મકાનોની કિંમત ૧ કરોડ રૂપિયાથી વધુ છે અને હોમ લોનની રકમ પણ ઘણી વધુ છે. સામાન્ય રીતે હોમલોનને પ્રિન્સિપલ એમાઉન્ટને એક અલગ સેક્શન હેઠળ રાખવું જોઈએ. કારણ કે ૮૦સીમાં પ્રકાર પ્રકારના ઓપશન્સની ભરમાર હોવાને કારણે તેના માટે ખુબ ઓછી જગ્યા વધે છે.

Related posts

ભાજપ પાસે મજબૂત પાટીદાર નેતાના વિકલ્પનો અભાવ

aapnugujarat

સુવાક્ય

aapnugujarat

૧૧ વિશ્વ કપ, ૫ વિજેતા – ૧૯૭૫થી ૨૦૧૫ સુધીનો સંપૂર્ણ ઈતિહાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1