Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

‘કોંગ્રેસ પાસે કોઈ ચહેરો નથી, ચોકલેટી ચહેરાના જોરે ચૂંટણી લડવા માંગે છે’ : કૈલાશ વિજયવર્ગીય

ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને બોલિવુડ સ્ટાર્સને લોકસભા ઉમેદવાર બનાવવાની માંગને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. વિજયવર્ગીયએ જણાવ્યું કે, કોંગ્રેસ પાસે નેતા નથી, એટલા માટે તે ચોકલેટી ચહેરાના જોરે ચૂંટણીમાં ઉતરવા માંગે છે. આ બાબત કોંગ્રેસમાં આત્મવિશ્વાસની ઉણપને છતી કરે છે. કોઈ કરીના કપૂરનું નામ ઉછાળે છે, કોઈ સલમાન ખાનનું તો ક્યારેક પ્રિયંકા ગાંધીને પણ ચૂંટણી લડાવવાની વાતો થઈ રહી છે.
વિજયવર્ગીયએ વધુમાં જણાવ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીમાં આત્મવિશ્વાસ હોત તો પ્રિયંકા ગાંધીને મહાસચિવ ના બનાવ્યા હોત. કોઈ કહે છે કે કરીના કપૂરને ભોપાલથી લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવે જ્યારે કોઈ સલમાનને ઈન્દોરથી ઉમેદવારી કરવાનું કહે છે. આટલા માટે જ પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રી થઈ છે.
બાદમાં ભાજપના નેતાએ સ્પષ્ટતા કરી હતી કે ચોકલેટી શબ્દનો પ્રયોગ તેમણે ફક્ત બોલિવુડના સ્ટાર્સ માટે કર્યો હતો. પ્રિયંકાને ૨૩ જાન્યુઆરીએ કોંગ્રેસ મહાસચિવ બનાવાયા હતા અને લોકસભા ચૂંટણીને અનુલક્ષીને તેમને પૂર્વ ઉત્તર પ્રદેશની કમાન સોંપવામાં આવી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવા અંગે વિજયવર્ગીયએ જણાવ્યું કે, લોકો એમ કહી રહ્યા છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપને મજબૂત બનાવવા માટે પ્રણવદાને ભારત રત્ન અપાયો છે. આવા લોકો પ્રણવ મુખર્જીનું અપમાન કરી રહ્યા છે. આને રાજકારણ સાથે જોડવું ના જોઈએ. મોદી સરકારમાં તેમને જ રાષ્ટ્રીય સમ્માન આપવામાં આવે છે જે એના હકદાર હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ બિહારમાં નીતીશ સરકારના મંત્રી અને ભાજપના નેતા વિનોદ નારાયણ ઝાએ પણ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને લઈને વિવાદિત નિવેદન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધી ઘણા સુંદર છે. મને તેમનામાં આના સિવાય અન્ય કોઈ પ્રતિભા નથી દેખાતી. કોંગ્રેસે સુંદર ચહેરો ધરાવતા પ્રિયંકાને રાજકારણમાં ઉતાર્યા છે પરંતુ ચૂંટણીમાં તેનો કોઈ લાભ થશે નહીં. કોંગ્રેસના નેતાઓએ સમજવું જોઈએ કે માત્ર સુંદર ચહેરો હોવાથી મત મળતા નથી.

Related posts

૨૪ કલાકમાં અમે અયોધ્યા વિવાદ ઉકેલી દઇશું : યોગી આદિત્યનાથ

aapnugujarat

Hurriyat would support all peace initiatives that aims at peaceful resolution of Kashmir issue: Mirwaiz

aapnugujarat

કર્ણાટક સંકટ : કોંગી અને ભાજપ ધારાસભ્યો સક્રિય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1