Aapnu Gujarat
Uncategorized

બીડીની ફૂંકથી કેન્સર મટાડતા બાબાનો ગોરખધંધો બંધ કરાયો

રાજકોટના હડાળા ગામે આવેલ ખાખી બાબા છેલ્લા ત્રણ મહિનાથી લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વાત એમ હતી કે ખાખી બાબા પોતે બીડીની રાખથી લોકોના દુઃખ દર્દ મટાડી દેતા હોવાથી લોકોની ભીડો જમવા લાગી હતી.
હાડાળા ગામે આવા ધતિંગ ઢોંગી બાબા પાસે સારવાર કરાવવા માટે રોજબરોજ ૨૦ હજારથી વધુ લોકો આવતા હતા. બાદમાં મીડિયાના માધ્યમથી આવા ઢોંગી બાબાની કારતૂત સામે આવતા પોલીસ અને વિજ્ઞાન જાથા એક્શનમાં આવી હતી. બાદમાં મોડી રાત્રે કુવાડવા પોલીસ અને વિજ્ઞાન જાથાએ ખાખી બાબાને પકડી તેમની પાસે લેખિતમાં ખાત્રી માંગી હતી. જેમાં બાબાએ ખાત્રી આપી હતી કે તે આજથી તેવો પોતાનો આ ધતિંગનો ધંધો બંધ કરશે.
વિજ્ઞાન જાખાના પ્રમુખ જયંત પંડ્યાએ જણાવ્યું કે, નગીનભાઈ આંબલીયાએ પોતાના મનથી સ્વૈચ્છિક રીતે જાહેરાત કરી છે કે, કોઈએ આવા ઉપચારથી સાજા થાય નહિ, આ અંધશ્રગદ્ધા, તૂત, આ તો મહાડિંડક છે. તેઓએ જે લોકોને સારુ નથી થયું તેઓની માફી માંગી છે. વિજ્ઞાનજાથા પાસે ત્રણ મિહનાથી ધૂબ અને બીડીના રોગથી ઉપચાર કરતા હાત તેની અનેક ફરિયાદો મળતા હતા. એમ ધૂપથી કોઈનુ સારુ નથાય. કોઈનું મોત થાય તો જવાબદારી કોની. આવુ તૂત વિજ્ઞાનજાથા રાજ્યમાં કે, દેશમાં કોઈ ચલાવશે નહિ. આજે ચોટીલાથી એક વ્યક્તિ આવ્યા હતા, જેમને નગીનભાઈનો ઉપચાર કરવાથી અસહ્ય તકલીફ થઈ હતી. ડાયાબિટીસ, આંખમાં દેખાવાનું બંદ થયું, હાર્ટના સ્પેશાયલિસ્ટ પાસે જવું. પોલીસે ફરિયાદ લેવાનું પણ જાથાને કહ્યું કે, લોકોએ આવી જગ્યાએ જાવું નહિ. આ એક અંધશ્રદ્ધા છે. નવીનભાઈએ જે લોકોને સારું નથી થયું, તે લોકોની માફી માંગી છે.
ખાખી બાપુ નવીનભાઈ આંબલીયાએ કહ્યું કે, પોતાની આવીતકાલથી બંધ એટલે બંધ. કેટલાય આવતા હતા બધાને ના પાડી. આવતીકાલથી રોજીરોટીનું રળી ખાવાનું. પોતાને આ ધૂપનો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે તેમણે ક્હયું કે, બાપુ આવ્યા હતા, હું મંદિરે સૂતો હતો. દુકાન ઉઘાડી હતી. આ પ્રસાદ આપ્યો હતો કે, આવી રીતે બીડી ધૂપ નાખજે, તે બધાના ફેરવજે એટલે તેઓના દુખ જતા રહેશે. બે વર્ષ મેં કોઈને કહ્યું જ નહિ. કળીયુગ છે કોઈ માને ન માને. બાદમાં ત્રણ મહિનામાં આ ચાલુ કર્યું હતું. શરૂઆતમાં બસો અઢીસો લોકો આવતા, બાદમાં દસ-પંદર હજાર જેટલા લોકો આવવા લાગ્યા. પણ ત્રણ મહિનામાં મેં કોઈ વસ્તુના કોઈ રૂપિયા લીધો નથી.

Related posts

જામનગરની જેલમાંથી જામીન મુક્ત થયેલા ૨૦ કેદી ફરાર : ૮ ઝડપાયા

editor

મુખ્યમંત્રી રૂપાણીએ સુરેન્દ્રનગરને આપી મોટી ભેટ

editor

Attack on police team due to raid the indigenous liquor making unit, 23 arrested including 21 women

aapnugujarat

Leave a Comment

UA-96247877-1