Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હવે ગૂગલ ભારતની બધી રાજકીય જાહેરાતો સાથે જોડાયેલી જાણકારી સાર્વજનિક કરશે

લોકસભા ચૂંટણી પહેલા ગૂગલે એક મોટું પગલું ઉઠાવ્યું છે. ઈન્ટરનેટ ટેકનોલોજીની કંપની ગૂગલ હવે ભારતની બધી રાજકીય જાહેરાતો સાથે જોડાયેલી જાણકારીને સાર્વજનિક કરી દેશે. ગૂગલના આ નિર્ણયથી તમને ચૂંટણી જાહેરાત ખરીદનાર વ્યક્તિ અને સંબંધિત જાહેરાતની બધી જાણકારી મળી જશે. રાજકીય જાહેરાતોમાં પારદર્શિતા વધારવા માટે આ પગલું ઉપાડવામાં આવ્યું છે.
ઈન્ટરનેટ ઔદ્યોગિક કંપની ગૂગલ પોતાના પ્લેટફોર્મ પર ભારતથી સંબંધિત રાજકીય જાહેરાતો સાથે જોડાયેલી સૂચનાઓ આગામી માર્ચથી જાહેર સ્વરૂપે પ્રસ્તુત કરશે. જેમાં ચૂંટણી જાહેરાત ખરીદનાર વ્યક્તિ અને સંબંધિત જાહેરાતની જાણકારી હશે.
ગૂગલે ભારતમાં ચાલુ વર્ષે એપ્રિલ-મે મહિનામાં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા રાજકીય જાહેરાતના મામાલામાં પારદર્શિતા વધારવા માટે આ પગલું ઉઠાવ્યું છે. ગૂગલે નિવેદનમાં કહ્યું, ‘ઑનલાઇન ચૂંટણી જાહેરાતમાં અને પારદર્શિતા લાવવા માટે કંપની ભારત પર કેન્દ્રીત એક ‘રાજકીય જાહેરાત પારરદર્શિતા રિપોર્ટ’ અને એક સાર્વજનિક ઑન લાઈન રાજકીય જાહેરાત લાઇબ્રેરી રજૂ કરશે, જેનાથી લોકો સર્ચ કરી શકશે.’
આ રિપોર્ટ અને જાહેરાત લાઇબ્રેરી માર્ચ ૨૦૧૯થી દરેક લોકો માટે સીધીરીતે ઉપલબ્ધ હશે. કંપનીએ કહ્યું છે, જેમાં ચૂંટણી જાહેરાત ખરીદવા અંગે અને જાહેરાત પર કેટલો ખર્ચ કરાઈ રહ્યો છે, જેની વિસ્તૃત જાણકારી મળશે. ગૂગલની આ પહેલનો ઉદ્દેશ્ય ઑનલાઇન રાજકીય જાહેરાતમાં પારદર્શિતા લાવવાનો છે અને મતદાતાઓને ચૂંટણી સંબંધિત સૂચનાઓ આપવામાં સક્ષમ બનાવવાનુ છે.

Related posts

ચૂંટણી બજેટ આગામી સરકાર માટે આફત બની શકે : રિપોર્ટ

aapnugujarat

પશ્ચિમ બંગાળના વેસ્ટ મિદનાપોરમાંધોરણ ૧૦ના વિદ્યાર્થીએ બ્લ્યુ વ્હેલ ગેમની સૂચનાઓને અનુસરીને આત્મહત્યા કરી

aapnugujarat

રાજસ્થાન સીમા પર રાજનાથસિંહ જવાનો સાથે દશેરા ઉજવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1