Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળના વેસ્ટ મિદનાપોરમાંધોરણ ૧૦ના વિદ્યાર્થીએ બ્લ્યુ વ્હેલ ગેમની સૂચનાઓને અનુસરીને આત્મહત્યા કરી

ડેડલી ઓનલાઈન ગેમ બ્લ્યુ વ્હેલ ચેલેન્જ કે જે ટીનેજરોમાં લોકપ્રિય બની રહી છે તેના કારણે ફરી એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળના વેસ્ટ મિદનાપોરમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીએ બ્લ્યુ વ્હેલ ગેમની સૂચનાઓને અનુસરીને આત્મહત્યા કરી લીધી હોવાના અહેવાલો છે. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા સોલાપુરનો એક ૧૪ વર્ષનો બાળક આ ગેમના પગલે આત્મહત્યા કરવા જતો જ હતો કે પુણે પોલીસે તેને મહામુસીબતે બચાવવામાં સફળતા મેળવી હતી.મળતી માહિતી મુજબ ૧૪ વર્ષનો અંકને ડેડલી ચેલેન્જના કારણે પોતાનું માથું પ્લાસ્ટિક બેગથી કવર કરીને ગળાના ભાગે નાઈલોન દોરીને એકદમ ટાઈટ બાંધી દીધી હતી. ગુંગળામણના કારણે અંકન મોતને ભેટ્યો.
આ ઘટના વેસ્ટ મિદનાપોરના આનંદપુર શહેરમાં ઘટી હતી. પીડિતના પિતાના કહેવા મુજબ અંકન શનિવારે શાળાએથી ઘરે પાછો ફર્યો, ત્યારે તેની માતાએ તેને લંચ માટે બોલાવ્યો. પરંતુ તેણે કહ્યું કે તે ન્હાયા પછી આવશે. ત્યારબાદ તે જમીન પર પડેલો મળી આવ્યો. તેને તરત હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
અહેવાલો મુજબ છેલ્લે તે બ્લ્યુ વ્હેલ ઓનલાઈન ચેલેન્જ ગેમ રમતો જોવા મળ્યો હતો. અત્રે જણાવવાનું કે આ ગેમના કારણે યુરોપ અને રશિયામાં ૧૫૦ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. આ અગાઉ ઈન્દોરમાં પણ આવા જ એક પ્રયત્નને છોકરાના મિત્રો દ્વારા નિષ્ફળ બનાવાયો હતો. ૧૩ વર્ષનો છોકરો શાળામાં આત્મહત્યા કરવાના પ્રયત્નમાં હતો કે તેના મિત્રોએ તે શાળાના બિલ્ડિંગમાંથી કૂદે તે પહેલા જ બચાવી લીધો હતો. ભારતમાં બ્લ્યુ વ્હેલનો પહેલો કિસ્સો મુંબઈમાં જોવા મળ્યો હતો. જ્યાં એક ૧૪ વર્ષના બાળકે આત્મહત્યા કરી હતી. તેણે ગેમ માટે સાઈન અપ કર્યું અને ત્યારબાદ ૫૦ ટાસ્ક પૂરા કર્યાં અને છેલ્લે જેમાં આત્મહત્યા અંગેનું હતું તે પૂરું કરવા તેણે આત્મહત્યા કરી હતી.કહેવાય છે કે ૯માં ધોરણનો આ વિદ્યાર્થી ડેડલી ગેમ બ્લ્યુ વ્હેલનો ભારતનો પહેલો કેસ હતો. તે અંધેરીની શેર એ પંજાબ બિલ્ડિંગના પાંચમા માળેથી કૂદી ગયો હતો.

Related posts

ઉદ્ધવ ઠાકરે જૂથને શિવાજી પાર્ક પર દશેરાની રેલી માટે મંજૂરી

aapnugujarat

ભાજપ શાસિત રાજ્યોમાં ક્યાંય કોમી રમખાણ થયા નથી : અમિત શાહ

aapnugujarat

ઉત્તર ભારતમાં અસહ્ય ઠંડી પડી શકે

editor

Leave a Comment

UA-96247877-1