Aapnu Gujarat
ગુજરાત

હજયાત્રા માટે અમદાવાદથી ત્રણ ફલાઇટો રવાના કરાઈ

પવિત્ર મક્કા શહેરની યાત્રા માટે જતા હજયાત્રિકોને અમદાવાદ એરપોર્ટ પરથી ભારે ઉત્સાહપૂર્વક વાતાવરણમાં શુભેચ્છા પાઠવી વિદાય કરવામાં આવ્યા હતા. રાજયના ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સામાાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામ પરમાર, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોએ હજયાત્રિકોને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતમાંથી આ વખતે રેકોર્ડબ્રેક ૧૧૫૦૦થી વધુ હજયાત્રિકો હજ પઢવા જનાર છે. જેમાં આજે અમદાવાદ એરપોર્ટ પરથી ૩૦૦-૩૦૦ હજયાત્રિકોને લઇને ત્રણ ફલાઇટો જિદ્દાહ રવાના થઇ હતી. અમદાવાદ એરપોર્ટ પરથી હજયાત્રિકોને લઇ રોજની ત્રણ ફલાઇટો રવાના થશે. આજે તા.૧૩ ઓગસ્ટથી તા.૨૫ ઓગસ્ટ સુધી કુલ ૩૮ ફલાઇટો મારફતે ૧૧૫૦૦ કરતાં વધુ હજયાત્રિકો હજ અદા કરવા માટે જશે. આ વખતે હજયાત્રિકો માટે હાથમાં કી બ્રેસલેટ પહેરવાનું ફરજિયાત બનાવાયું છે. સાઉદી સરકાર તરફથી બ્રેસલેટની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે અને હજયાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઇ આ કી બ્રેસલેટની વ્યવસ્થા સૌપ્રથમવાર અમલી બનાવાઇ છે.  આજે અમદાવાદ એરપોર્ટ પર હજયાત્રિકોને શુભેચ્છા પાઠવવાના હેતુસર રાજયના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જે દરમ્યાન તમામ હજયાત્રિકોને સુખદ હજયાત્રાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. એરપોર્ટ પર હજયાત્રિકો અને તેમના સગા સંબંધીઓને આરામ કરવા, વુઝુ કરવા, નમાઝ અદા કરવા, ચા-નાસ્તા, ટોયલેટ સહિતની વિશેષ વ્યવસ્થા પણ કરાઇ છે. હજયાત્રીઓને આજે તેમના પરિવારજનો અને સગાસંબંધીઓએ એરપોર્ટ પરથી હજ માટે વિદાય કર્યા એ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. હજયાત્રિકોને લઇ અમદાવાદ એરપોર્ટ પરનુું ટર્મિનલ નંબર-૩ હજયાત્રિકો અને તેમના સગાસબંધીઓની ચહલપહલથી ધમધમતું રહેશે.

Related posts

આજથી વાહનો પર ફાસ્ટેગ ફરજીયાત..

editor

વડોદરા જિલ્લાની ૧૯૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે : મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ

aapnugujarat

आयोजनस्थलों पर गैर हिंदुओं का प्रवेश रोके : बजरंग दल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1