Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં પતંગ દોરીના સ્ટોલ ઉપર રસિયા ઉમટ્યા

આવતીકાલે ઉત્તરાયણ હોવાથી પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ અને ઉંમગ જણાઈ રહ્યો છે. ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે દોરીના ભાવમાં ઉલ્લેખીય વધારો થયો હોવા છતાં પણ બજારમાં છેલ્લા દિવસે ભારે પડાપડી જોવા મળી હતી. શહેરમાં પતંગ અને દોરીના સ્ટોલમાં પણ તેટલો જ વધારો જોવા મળ્યો હતો. આ વર્ષના પતંગના ભાવો આસમાને હોવા છતાં પણ પતંગ રસિકોનો ઘસારો જોતાં વેપારીઓએ પણ ઓછા નફાથી માલ વેચવાનો શરૂ કરી દીધો હોવાનું એક વેપારીએ જણાવ્યું હતું. ઉત્તરાયણ પર્વ દાન, પુણ્ય અને ખુલ્લા આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવવાનો પર્વ અને આખો દિવસ ધાબા ઉપર જઈને પતંગ ચગાવવાની સાથે ઉંધીયા જલેબીની લિજ્જત માણવાનો પ્રસંગ છે. આવતીકાલે સવારથી જ શહેરમાં ઠેર ઠેર જલેબી અને ગરમા ગરમ ઉંધીયાનું વેચાણ વેપારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવશે. ઉંધીયા અને જલેબીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવતીકાલે ગરમ ગરમ જલેબી અને ઉંધીયાનું પણ ખૂબ જ મહત્વ છે ત્યારે શહેરમાં આવેલ ફરસાણોની દુકાનોના વેપારીઓએ ઉત્તરાયણના પર્વને ધ્યાને લઈ વિવિધ શાકભાજીઓ ખરીદી કરી ઉંધીયું તૈયાર કરી વેચાણ અર્થે ઠેર ઠેર મુકવામાં આવ્યું છે પરંતુ ચાલુ વર્ષે મોંઘવારી વધતાની સાથે સાથે વિવિધ શાકભાજીઓના ભાવો પણ ઉચંકતા ઉંધીયાંના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઉત્તરાયણના દિવસે શેરડીનું પણ ખાસ વિતરણ કરવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે ગાયોને ઘાસચારો ખવડાવીને પુણ્ય મેળવવા માટે દાતાઓ બજારમાંથી ખરીદીને ઘાસચારો ગાયોને દાન કરશે તે માટે અત્યારથી જ બજારમાં લીલો અને સુકો ઘાસચારો લઈને ગાડાં ભરીને વેપારીઓ બજારમાં આવી ગયા છે.એકંદરે જોરદાર ઉત્સાહ ચારે બાજુ જોવા મળે છે. આ વખતે જએસટી ના કારણે પતંદ અને દોરના કારોબારમાં માઠ અસર થઇ છે. ભાવમાં આશરે ૨૦ ટકાનો વધારો થયો હોવા છતાં પતંગના રસિયા લોકો હવે આ પર્વની ઉજવણીને છોડવા માંગતા નથી. પર્વને શાનદાર રીતે મનાવવા માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ વખતે પણ હમેંશાન જેમ જુદા જુદા પ્રકારના પતંગ આકર્ષણ જમાવે છે. જેમાં નરેન્દ્ર મોદ, રાહુલ ગાંધીના પતંગનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બાળકોના લોકપ્રિય શોના પતંગોન પણ બોલબાલા રહે છે. ગયા વર્ષે જુલાઇ મહિનામાં જએસટી વ્યવસ્થા અમલ બન્યા બાદ તમામ નાના મોટા ઉદ્યોગો પર તેની અસર થઇ છે. પતંગ અને દોરી બજાર પણ બાકાત નથી. પરંતુ અમદાવાદ શહેરના મુખ્ય બજાર દિલ્હી દરવાજા, રાયપુર બજારમાં પતંગના રસિયા લોકો ખરીદી માટે છેલ્લા દિવસે ઉમટી પડ્યા હતા. જુદા જુદા પ્રકારના માસ્ક પણ આકર્ષણના કેન્દ્ર રહ્યા છે.

ઉત્તરાયણ પર્વની અસલ મજા તો પોળમાં રહેલ છે
આવતીકાલે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પતંગના મામલામાં અમદાવાદનો ઇતિહાસ ખાસ છે. અમદાવાદમાં બે જુદી જુદી રીતે પતંગો ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ જાણકાર લોકોનું કહેવું છે કે ઉત્તરાયણની અસલ મજા શહેરમાં આવેલી પોળોમાં રહે છે. આની વિશેષતા એ છે કે મોટાભાગે એક જ જાતિના લોકો વસવાટ કરે છે અને તેઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે ભેગા મળીને ઉજવણી કરે છે. પોળ શબ્દ એ સંસ્કૃત ભાષાના પ્રતોલી શબ્દ પરથી આવેલો શબ્દ છે અને પોળોનો ઉદ્‌ભવ ભારતમાં પાટણમાં થયો હતો અને ત્યાંથી જ આ પોળોનો ફેલાવો બીજા અન્ય વિસ્તારોમાં થવા લાગ્યો હતો.
જ્ઞાતિ પ્રમાણે પોલો જોવા મળે છે. જેમ કે સુથારની પોળ, દેસાઈની પોલ, કડિયાની પોળ, ધોબીની પોળ, સોનીની પોળ, માંડવીની પોળ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં લોકોના મકાનોની દિવલ એક હોય છે અને તેઓ એકબીજાના દિલથી પણ ખૂબ જ નજીક હોય છે.પાડોશી-પાડોશી વચ્ચે એક જ કુટુંબ ભાવના જેવો પ્રેમભાવ અને એકતા જોવા મળે છે. દરેક બાબતે તેઓ ભેગા મળે છે અને તમામ તહેવારો માટેની તૈયારીથી લઈ ઉજવણી સુધીની કામગારી સહકુટુંબની જેમ એકતા સાથે ઉજવે છે. માત્ર રાયપુરમાં ૧૮૦ પોળો આવેલી છે એમાં તળિયાની પોળ, પતાશા પોળ, ઢાળની પોળ એ સૌથી મોટી પોલો છે. આમાં વિવિધ પેટા પોલો પણ આવેલી છે. અહિંયા તહેવારની ઉજવણી માટે બહારથી લોકો આવે છે અને અહિયા એવું કહે છે કે ઘર ભલે પોતાની માલિકીના હોય પણ ઘરપરના છાપરા કોઈની માલિકીના નથી એમાં સવુ સંયુક્ત રીતે હક રાખતા જોવા મળે છે. લોકો ભેગા મળીને પર્વ નીમીતના નાસતા સાથે બનાવે છે અને એક બીજાના દુઃખ-સુખના ભાગીદાર બનીને જીવે છે. પોળોના છાપરાપરનો ઉત્તરાયણનો પતંગઉત્સવ ખૂબ જ અનોકો જોવા મળે છે. અહીં પોલના લોકો ખૂબ જ સદભાવના વાળા, ભાઈચારા અને લાગણીશીલ લોકો જોવા મળે છે. ૮૪ની સાલ પહેલા પતંગ બજાર ટંકશાળમાં ભરાતું હતું પણ ત્યાર બાદથી હાલ સુધી રાયપુરમાં આ બજાર ભરાય છે. અહીંયા સીઝનેબલ વેપાર કરવામાં આવે છે. આમા પોળોમાં રહેતા બાળકો આમા કામકાજ કરે છે અને ૩થી ચાર મહિનાની આજીવીકા આમાથી મેળવી લે છે. ઉત્તરાયણની આવતીકાલે વિશેષ ઉજવણી કરવામાં આવશે.

Related posts

गुजरात चैम्बर चुनाव का परिणाम घोषित कर दिया गया

aapnugujarat

બાળકોમાં કુપોષણ ઘટાડવા બદલ ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

aapnugujarat

અમદાવાદમાં રાત્રિના ૯ પછી ૩૧ ડિસે.ની ઉજવણી નહીં કરી શકાય

editor

Leave a Comment

UA-96247877-1