Aapnu Gujarat
ગુજરાત

બાળકોમાં કુપોષણ ઘટાડવા બદલ ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગને પાંચ વર્ષથી નાના ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવાના શ્રેષ્ઠ પ્રયાસો બદલ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કુપોષણ, ખાસ કરીને Stunting (ઉંમર પ્રમાણે ઓછી ઊંચાઇ) ઘટાડવા માટે છત્તીસગઢ અને અરૂણાચલ- પ્રદેશ બાદ ગુજરાતને ત્રીજા ક્રમનો એવોર્ડ મળ્યો છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. રાજ્યમાં Stunting (ઉંમર પ્રમાણે ઓછી ઊંચાઇ) ધરાવતા પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોની ટકાવારી ૫૧.૭ (NFHS-3) થી ઘટીને ૩૮.૫ (NFHS-4)થઇ છે. ગુજરાત આઇ.સી.ડી.એસ. અને આરોગ્ય વિભાગના સહિયારા પ્રયાસોથી ગુજરાતને આ સિદ્ધિ પ્રાપ્ત થઇ છે. આ એવોર્ડથી કુપોષણ ઘટાડવા માટે વધુ કાર્ય કરવાનું પ્રોત્સાહન અને બળ મળશે તથા ૨૦૨૨ સુધીમાં ગુજરાતને કુપોષણમુક્ત બનાવવાના વધુ પ્રયાસો કરાશે. નવી દિલ્હી ખાતે આયોજીત આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મંત્રી શ્રીમતી મેનકા ગાંધીના હસ્તે ગુજરાત આઇસીડીએસના નિયામક શ્રીમતી મનીષા ચંદ્રાને આ ખાસ સિદ્ધિ માટે એવોર્ડ એનાયત કરાયો હતો, તેમ આઇસીડીએસ, મહિલા અને બાળ વિકાસ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

જિગ્નેશ મેવાણીએે હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી

aapnugujarat

ગુજરાત વિધાનસભામાં એઇમ્સનો મુદ્દો ઉછળ્યો : ભાજપ અને કોંગ્રેસી સભ્યો દ્વારા એકબીજા પર આક્ષેપો

aapnugujarat

સમી ખાતે લાયબ્રેરીનું લોકાર્પણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1