Aapnu Gujarat
ગુજરાત

ઈ-ધરા સોસાયટીની ગવર્નિંગ બોડીની યોજાયેલી પ્રથમ બેઠક

રાજયમાં નાગરિકોની વિવિધ અ૨જીઓ માટે ઈ-ધરા અંતર્ગત ફાઈલ ટ્રેકીંગ સિસ્ટમ અમલી કરાતા પ્રાયોગિક ધો૨ણે શરૂ કરાયેલ આ ૫દ્ધતિ હાલ ખૂબ જ સફળતાપૂર્વક ચાલી ૨હી છે ત્યારે આ કામગીરીને વધુ અસ૨કા૨ક અને ૫રિણામલક્ષી બનાવવા ઈ-ધરા સોસાયટીની ૫ણ ૨ચના ક૨વામાં આવી  છે. આ સોસાયટીની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક મહેસૂલ મંત્રીશ્રી અને ઈ-ધરા સોસાયટીના અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં પા૨દર્શિતા તથા ગુણવત્તાસભ૨ વિકાસ માટે ટેકનોલોજીની ઉ૫યોગીતા ૫૨ ભા૨ મૂકવામાં આવ્યો હતો. ઈ-ધરા કેન્દ્ર ખાતે ખાતેદારોની વિવિધ નોંધો માટેની કાર્યવાહી ક૨વામાં આવે છે. આ કેન્દ્ર ખાતેના હાલના સોફટવે૨ના પ્રજાલક્ષી, પા૨દર્શિતા અને સ૨ળતા માટે ઘણો જ અવકાશ છે.

રાજયમાં નાગરિકોની વિવિધ અરજીઓ માટે ફાઈલ ટ્રેકિંગ સિસ્ટમ અમલી કરવામાં આવેલ છે. પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલ આ પદ્ધતિ હાલ ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહેલ છે. કઈ અરજી કઈ તારીખે કચેરીમાં દાખલ થઈ ? હાલ કયા સ્ટેજે છે ? કયા અધિકારી પાસે કેટલો સમય પડતર રહી ? આ તમામ વિગતોનું રાજય  કક્ષાએથી મોનિટરીંગ થઈ રહેલ છે. આવી પ્રજાલક્ષી ટેકનોલોજીને હજુ પણ વિસ્તારવા તથા નાગરિકો માટે પણ પ્રાપ્ય બનાવવા, ઉપરાંત જિલ્લાની કચેરીઓ અને મહેસૂલ વિભાગ વચ્ચે માહિતીની આપ-લે તથા પેપરલેસ સિસ્ટમ બનાવવા માટે તથા હાલ જેમ રાજયના ૧૮૩૦૦ ગામોના હસ્તલિખિત હકપત્રકો ઓનલાઈન કરેલ છે તેવી રીતે હસ્તલિખિત ૭/૧૨ને પણ ઓનલાઈન કરીને ” ફિંગર ટચ ” થી નાગરીકોને પ્રાપ્ય બને તે માટે તથા પ્રક્રિયાત્મક વહીવટી સુધારા માટે રાજય કક્ષાએ ઓટોનોમસ બોડી, ઈ-ધરા સોસાયટીની રચના કરવામાં આવેલ છે. આ ગવર્નિંગ બોડીની આજે પ્રથમ બેઠક મળી હતી. ગવર્નિગ બોડીમાં મંત્રીશ્રી મહેસૂલ ઉપરાંત મુખ્ય સચિવશ્રી, અગ્રસચિવશ્રી મહેસૂલ, પંચાયત, વસુતાપ્ર સચિવશ્રી તથા મહેસૂલ તપાસણી કમિશ્નરશ્રી અને સેટલમેન્ટ કમિશનરશ્રી હાજર રહેલ હતા.

Related posts

રામ સ્વામી ગુરુકુળ ગાંધીનગરના હસ્તે ૧૦૪ કવિઓનું સન્માન કરાયું

editor

હાલોલ – બાસ્કા હાઇવે પાસે એક સાથે પાંચ ગાડીઓનો અકસ્માત

editor

ભાવનગરને હરિયાળું બનાવવાનો “સંત નિરંકારી મિશન”નો પ્રયાસ

editor

Leave a Comment

UA-96247877-1