Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શહેરોમાં સાઇકલ માટે અલગ લેન બનાવવી જોઈએ : સુરેશ પ્રભુ

કેન્દ્રીય વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ શહેરોમાં સાઈકલચાલકો માટે અલગ વિશેષ લેન બનાવવાનો આગ્રહ વ્યક્ત કર્યો છે. મંત્રી પ્રભુએ જણાવ્યું હતું કે સાઈકલનો વધુ ઉપયોગ પર્યાવરણ તેમજ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ઘણો લાભદાયી નિવડી શકે છે.‘શહેરોના આયોજનમાં સાઈકલચાલકો માટે ધ્યાન આપવું અનિવાર્ય છે. આ માટે આપણે રાહદારીઓ અને સાઈકલચાલકો માટે અલગ વિશેષ લેન બનાવવા વિચારવું જોઈએ,’ તેમ કેન્દ્રી મંત્રીએ જણાવ્યું હતું.
ટેરીના એક કાર્યક્રમમાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સાઈકલને પ્રમોટ કરવાથી તેના પર્યાવરણ, સ્વાસ્થ્ય તેમજ અર્થતંત્ર પર ઘણા ફાયદા થઈ શકે છે. વધુ લોકો સાઈકલનો ઉપયોગ કરશે તેનાથી ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઘટશે અને વાયુ પ્રદૂષણ પણ નિયંત્રિત રહેશે. દિલ્હી જેવા શહેરોમાં વાયુ પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા છે.પ્રભુએ જણાવ્યું હતું કે, મંત્રાલયે સાઈકલ ઉત્પાદન અને નિકાસ માટે એક કાઉન્સિલની રચના પણ કરી છે. નવી દિલ્હી ખાતે ટેરી દ્વારા આયોજીત કાર્યક્રમ ભારતમાં સાઈકલના લાભોઃ આર્થિક, પર્યાવરણ અને સામાજિક વિશ્લેષણ પર પ્રભુએ આ વાત જણાવી હતી.

Related posts

कम दुरी के लिए शताब्दी एक्सप्रेस का किराया कम होगा

aapnugujarat

बाबरी कांड : सुनवाई पूरी होने तक रिटायर न हों जज : सुप्रीम

aapnugujarat

કપિલ મિશ્રા કેજરીવાલ સરકાર વિરુદ્ધ ૧૬,૦૦૦ પાનાનાં પુરાવા રજૂ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1