Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ ગાંધીના બચાવમાં ઉતર્યા પ્રકાશ રાજ

નિર્મલા સીતારમન પર વિવાદિત નિવેદન બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે રાહુલ ગાંધીને નોટિસ પાઠવી હતી. આ સિવાય ભાજપે પણ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. જોકે એક્ટર પ્રકાશ રાજ હવે રાહુલ ગાંધીના બચાવમાં ઉતર્યા છે. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચેલા પ્રકાશ રાજે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનનું બીજું પાસું પણ જોવું જોઇએ. પીએમ મોદીએ રાહુલ ગાંધી દ્વારા પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા નથી.
દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા પ્રકાશ રાજે જણાવ્યું હતું કે, તમે રાહુલ ગાંધીના નિવેદનનું બીજું પાસું કેમ નથી જોતા. રાફેલ મામલે પીએમ મોદીના મૌનને મુદ્દો કેમ નથી બનાવતા ? રાહુલ ગાંધી મહિલાઓની વિરુદ્ધ નથી. તેમણે મહિલા કોંગ્રેસમાં ટ્રાન્સજેન્ડરને એક મહત્વનું પદ સોંપ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો કે, શું આ સાચું નથી કે પીએમએ રાફેલ મામલે કોઇ ઉત્તર આપ્યો નથી અને તેઓ સંસદમાં પણ નહતા આવ્યા.નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પીએમ મોદી રાફેલ ડીલ અંગે સંસદમાંથી ભાગી રહ્યા છે અને તેમણે એક મહિલાને પોતાની રક્ષા માટે મોકલી દીધી હતી.રાહુલ ગાંધીના આ નિવેદન બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે તેમની વિરુદ્ધ નોટિસ મોકલી હતી.

Related posts

મની લોન્ડરિંગ કેસમાં બાબા સિદ્દીકી ઇડી સમક્ષ ઉપસ્થિત

aapnugujarat

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ટ્રેક પર ત્રણ નહી ચાર ટ્રેન હતી : ધર્મેન્દ્ર પ્રધાન

aapnugujarat

મણિપુરમાં ફરી ભડકી હિંસા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1