Aapnu Gujarat
રાષ્ટ્રીય

મણિપુરમાં ફરી ભડકી હિંસા

મણિપુરમાં ફરી એકવખત હિંસા ભડકી ઉઠી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગુરુવારે મોડી રાત્રે મણિપુરના ઈન્ફાલમાં ભાજપના પ્રાદેશિક કાર્યાલયની પાસે ભીડ જમા થઈ ગઈ. આ દરમિયાન જાણ થવા પર પોલીસ ત્યાં પહોંચી અને ભીડને વીખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા. પોલીસના વલણથી ભડકેલી ભીડે ટાયર સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું. આ પહેલા મણિપુરમાં કંગપોકલી જિલ્લાના હરઓઠેલ ગામમાં સવારે કેટલાક અજાણ્યા શખસોએ કોઈ ઉશ્કેરણી વિના જ ગોળીબાર કર્યો હતો. તેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના કારણે ક્ષેત્રમાં તણાવ ફેલાઈ ગયો.

આ દરમિયાન સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ક્ષેત્રમાંથી એક લાશ મળી છે અને અન્ય કેટલાક લોકોને જમીન પર પડેલા જોઈ શકા છે. સૂત્રોએ જણાવ્યું કે, એ હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, જમીન પર સૂતેલા લોકો ઘાયલ છે કે તેમના મોત થઈ ગયા છે, કેમકે વિસ્તારમાં હજુ પણ ગોળીબાર ચાલી રહ્યો છે.

સેનાની ‘સ્પીયર કોર’ના સત્તાવાર હેન્ડલ પરથી કહેવાયું છે કે, સ્થિતિને વધુ બગડતી અટકાવવા માટે ક્ષેત્રમાં તૈનાત સૈનિકો તરત એકઠા થઈ ગયા. સૈનિકોએ તોફાનીઓના ગોળીબારનો યોગ્ય રીતે જવાબ આપ્યો. સેનાની ત્વરિત કાર્યવાહીના પરિણામે ગોળીબાર બંધ થઈ ગયો. તેમાં કહેવાયું છે કે, વધારાની ટુકડીઓને ક્ષેત્રમાં મોકલવામાં આવી છે.

હકીકતમાં મણિપુરમાં મેઈતી અને કુકી સમુદાયની વચ્ચે મે મહિનાની શરૂઆતમાં ભડકેલી જાતીય હિંસામાં 100થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માગના વિરોધમાં ત્રણ મેએ પર્વતીય જિલ્લાઓમાં ‘આદિવાસી એકજૂથતા મંચ’ના આયોજન પછી અથડામણો શરૂ થઈ હતી. મણિપુરની 53 ટકા વસ્તી મેઈદી સમુદાયની છે અને તે મુખ્ય રીતે ઈન્ફાલ ઘાટીમાં રહે છે. તો, નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તે મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.

Related posts

કર્ણાટકમાં જનાદેશ કોંગ્રેસ અને JDSની વિરૂદ્ધમાં હતો : અમિત શાહ

aapnugujarat

Deaths due to AES : SC issues notice to Bihar govt, Centre asks for report over childrens deaths

aapnugujarat

નામ, સરનામું અને જન્મતિથિનાં પુરાવા માટે આધારકાર્ડ યોગ્ય નથી : અલ્હાબાદ હાઇકોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1