Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સવર્ણોને ૧૦ ટકા અનામત મુદ્દે લોકસભામાં ડિબેટ

સામાન્ય વર્ગના ગરીબો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતના પ્રસ્તાવને મંજુરી આપી દેવામાં આવ્યા બાદ આજે આ આદેશને મંજુરી અપાવવાના હેતુસર લોકસભામાં આને રજૂ કરવામાં આવ્યો હતો.
આજે લોકસભામાં આ સંદર્ભમાં બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યા બાદ ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા શરૂ થઇ હતી. તમામ નેતાઓએ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી અને આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. આના માટે રાજ્યસભાની કાર્યવાહીને એક દિવસ માટે વધારી દેવામાં આવી છે. લોકસભામાં ૧૦ ટકા અનામતના પ્રસ્તાવ ઉપર બંધારણીય સુધારા બિલ પર ગરમાગરમ ચર્ચા શરૂ થઇ હતી. કેન્દ્રીય નાણામંત્રી અરણ જેટલીએ આ ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા ૫૦ ટકા મહત્તમ અનામતના પરિણામ સ્વરુપે કેટલાક રાજ્યો પહેલાથી જ અનામત લાગૂ કરવાના પ્રયાસમાં નિષ્ફળ સાબિત થયા છે. કાયદા માટે સોર્સ ઓફ પાવર ન હતા જેથી આવા પ્રયાસો સફળ રહ્યા નથી. નરસિંહરાવે આર્થિક આધાર પર ગરીબોને અનામત આપવા માટે નોટિફિકેશન જારી કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં તેને પડકાર ફેંકવામાં આવ્યો હતો. ગરીબો માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ ખુબ વિચારણાપૂર્વક લાગૂ કરવામાં આવી રહી છે. જેટલીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ ૨૦૧૪ના પોતાના ઘોષણા પત્રમાં આર્થિકરીતે પછાત વર્ગ માટે અનામતનું સમર્થન કરવાની વાત કરી હતી. ઇતિહાસમાં પ્રથમ વખત આવું બની રહ્યું છે જ્યારે ગરીબોને કઈ આપવામાં આવી રહ્યું છે. કોમ્યુનિસ્ટ આનો વિરોધ કરી રહ્યા છે. જેટલીએ કહ્યું હતું કે, ૫૦ ટકા અનાતમની મર્યાદા માત્ર પછાત સમુદાય માટે હતી તેવી વાત સુપ્રીમ કોર્ટે કરી છે. જેટલીએ એમપણ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ખુલ્લા મનથી આને ટેકો આપે તે જરૂરી છે. ઓબીસી અનામત માટે જુદી જુદી જોગવાઈ કરવામાં આવી ચુકી છે.
જેટલીએ એમ પણ કહ્યું હતું કે, ઓબીસીને અનામતના સમયે ખુબ વિવાદ થયો હતો. જાતિ આધારિત અનામત ઉપર પણ ખાનગી સંસ્થાઓમાં અનામત માટે આવી જ વ્યવસ્થા હતી. કોંગ્રેસ પાર્ટીએ પણ ચર્ચા શરૂ થયા બાદ જોરદાર પ્રતિક્રિયા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય કેબિનેટે ગઇકાલે સોમવારના દિવસે ઉચ્ચ સવર્ણ જાતિઓના આર્થિકરીતે નબળા લોકો માટે ૧૦ ટકા અનામતને લીલીઝંડી આપી હતી.
ગરીબ સવર્ણો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતના પ્રસ્તાવને લીલીઝંડી આપી હતી. ગઇકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અનામતની આ નવી ફોર્મ્યુલાને લાગૂ કરવા માટે અનામતના ક્વોટાને વધારવાની હિલચાલ ધરાવે છે. ભારતીય બંધારણમાં આર્થિક આધાર પર અનામતની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં સરકારની પાસે ગેમચેન્જર ગણાતી આ હિલચાલને અમલી કરવા માટે બંધારણીય સુધારાનો એકમાત્ર રસ્તો રહેલો છે.
અનામત ક્વોટા ૪૯.૫ ટકાથી વધારીને ૫૯.૫ ટકા કરવામાં આવશે જેના ભાગરુપે ૧૦ ટકા ક્વોટાને આર્થિકરીતે નબળા વર્ગને આવરી લેવા માટે રહેશે. લાંબા સમયથી આર્થિકરીતે નબળા સવર્ણો માટે અનામતની માંગ કરવામાં આવી રહી હતી જે લોકોની પારિવારિક આવક ૮ લાખ રૂપિયાથી વાર્ષિક ઓછી છે તે લોકોને આનો ફાયદો થશે. આની સાથે સાથે શહેરમાં ૧૦૦૦ સ્કેવરફુટથી નાના મકાન અને પાંચ એકરથી ઓછી કૃષિ જમીનની શરત પણ આમા ઉમેરવામાં આવી છે.
થોડાક દિવસ પહેલા જ એસસી અને એસટી એક્ટ પર મોદી સરકારના નિર્ણય બાદ સવર્ણ જાતિઓમાં નારાજગી જોવા મળી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં મળેલી હારને ધ્યાનમાં લઇને આને સવર્ણ લોકોને પોતાની તરફેણમાં લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

Related posts

બેન્કે પોતાની ભૂલો છૂપાવવા માટે ગીતાંજલિ જેમ્સને બરબાદ કરી : મેહુલ ચોક્સી

aapnugujarat

૩.૬૦ લાખ લોકોએ બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં

aapnugujarat

સોનમર્ગ, રાજૌરીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા : પારો ગગડ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1