Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકારી બેંકોમાં આવશે ઢગલાબંધ નોકરી

જો તમે સરકારી બેંકમાં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. સરકારી બેંકોમાં ટુંક સમયમાં મોટી સંખ્યામાં કર્મચારી રિટાયર થવાના છે. એવામાં કર્મચારીઓની અછતને પહોંચી વળવા માટે જુનિયર અને મિડલ લેવલના પદો માટે ઝડપથી નવી નોકરીઓની ભરતી કરવી પડશે.
આ વાત સાંસદની એક સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, સરકારી બેંકોેમાં જનરલ મેનેજર સ્તર પર ૯૫ ટકા, ડે. જનરલ મેનેજર સ્તરની ૭૫ ટકા અને એડિશનલ જનરલ મેનેજર સ્તર પર ૫૮ ટકા કર્મચારી ૨૦૧૯-૨૦માં રિટાયર થવાના છે.
નાણાંકીય મામલાની સ્થાયી સમિતિએ ઈન્સ્ટીટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શનના આંકડાના આધાર પર જોયું કે, સરકારી બેંકોમાં ક્લાર્ક, પ્રોબેશનરી ઓફિસર અને વિશિષ્ટ ઓફિસરોના પદ પર નવા લોકોની નિયુક્તિ માટે ઉમેદવારોની સંખ્યામાં સ્પષ્ટ ઘટાડો જોવા મળી રહ્યો છે.
એમ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતાવાળી સમિતિએ ગત અઠવાડીએ સાંસદમાં રજૂ કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે, સમિતિનું માનવું છે કે, બેંકો દ્વારા નિયુક્તિઓમાં ઘટાડો કરવાનું પણ એક કારણ છે, પરંતુ કોઈ પણ પ્રોત્સાહનની વિપરિત પરિસ્થિતિમાં લાંબા સમય સુધી કામ કરવાની ફરજથી પણ ઉમેદવાર હતોત્સાહી થઈ રહ્યા છે. સમિતિએ આશંકા વ્યક્ત કરી છે કે, સરકારી બેંકોમાં નજીકના ભવિષ્યમાં મોટી સંખ્યામાં લોકો રિટાયર થવાથી વિભિન્ન સ્તર પર અચાનક લોકોનો ઘટાડો જોવા મળી શકે છે.

Related posts

મેજર આદિત્ય FIRમાં એક આરોપી તરીકે હોવા ઇનકાર : સુપ્રીમ કોર્ટમાં જમ્મુ કાશ્મીર સરકારની રજૂઆત

aapnugujarat

कश्मीर में 17 ऐक्सचेंज में लैंडलाइन सेवा और जम्मू में 2जी इंटरनेट हुआ शुरू

aapnugujarat

આરુષિ કેસ : તલવારને નિર્દોષ છોડવા સામે અપીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1