Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બેન્કે પોતાની ભૂલો છૂપાવવા માટે ગીતાંજલિ જેમ્સને બરબાદ કરી : મેહુલ ચોક્સી

પીએનબી ગોટાળાના આરોપી મેહુલ ચોકસીએ કહ્યું છે કે પંજાબ નેશનલ બેન્કે પોતાની ભૂલો છુપાવવા માટે તેની લક્ઝરી બ્રાન્ડ ગીતાંજલિ જેમ્સને બરબાદ કરી દીધી છે. ચોકસીનું કહેવું છે કે ભલે તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો પરંતુ કંપનીની વિરુદ્ધ દેવાળિયા કાર્યવાહીનો નિર્ણય લેવો જોઈતો ન હતો. ચોક્સીનું કહેવું છે કે ગીતાંજલિ જેમ્સની બેલેન્સ શીટ મજબૂત હતી અને દેવાની ચૂકવણીનો રેકોર્ડ સારો હતો. આમ છતા ફેબ્રુઆરી ૨૦૧૮માં પીએનબીએ કંપની પર આરોપ લગાવ્યો કારણ કે તે પોતાની નિષ્ફળતા છુપાવવા માંગતી હતી. તપાસ એજન્સીએ ગીતાંજલિ જેમ્સ પર રેડ કરી હતી
ચોકસીએ આરોપ લગાવ્યો છે કે ગીતાંજલિના કર્મચારીઓને હેરાન કરવામાં આવ્યા છે. કંપનીના સ્ટોક અને સર્વર જપ્ત કરવામાં આવ્યા છે. આ કારણે બાકી રકમની વસુલાતની શકયતાઓ ખત્મ થઈ ગઈ છે.
ચોક્સીએ સવાલ કર્યો છે કે હું દોષી હતો પરંતુ કોઈએ ૧૨,૦૦૦ કરોડ વાર્ષિક ટર્નઓવર અને ૬,૦૦૦ કર્મચારીઓ વાળી ગીતાંજલિ જેમ્સને બચાવવાની કોશિશ કેમ ન કરી ? અત્યાર સુધી કોર્ટે મને દોષિત સાબિત કર્યો નથી. આ સિવાય ગીતાંજલિ જેમ્સની ભૂમિક પણ સાબિત થઈ નથી.

Related posts

મોદી એક્શનમાં : પાંચ દિનમાં ૧૦ રાજ્યોમાં પહોંચવા તૈયાર

aapnugujarat

કોંગ્રેસે અમિત શાહને ફસાવવા સીબીઆઈનો દુરુપયોગ કર્યો : સ્મૃતિ ઈરાની

aapnugujarat

પૉલિસી લીધાના ત્રણ મહિનામાં જ મૃત્યુ થશે તો પણ વળતર તો મળશે !

aapnugujarat

Leave a Comment

UA-96247877-1