Aapnu Gujarat
બિઝનેસ

આરબીઆઈ પાસેથી મંજૂરી બાદ જ શરૂ કરાશે વોટ્‌સઅપ ડિજિટલ પેમેંટ સર્વિસ

ડિજિટલ પેમેંટ સેવા શરૂ કરવા પર વોટ્‌સઅપએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તે અત્યારે તેનું ભારતમાં ટેસ્ટીંગ કરી રહી છે. તે રિઝર્વ બેંકની શરતોનું કોઇપણ પ્રકારનું ઉલ્લંઘન નહી કરે. આ સેવાને રિઝર્વ બેંક દ્વારા લીધા બાદ જ ભારતમાં લોન્ચ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ વોટ્‌સઅપની ડિજિટલ પેમેંટ સર્વિસનો વિરોધ કર્યો હતો. આરબીઆઇનું કહેવું છે કે અમારી મંજૂરી લીધા વિના આમ કરી ન શકાય. તેના પર સુપ્રીમ કોર્ટે આરબીઆઇને આશ્વાસન આપતાં કહ્યું કે નિયમોનું પાલન સુનિશ્વિત કરાવીશું.
થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે વોટ્‌સઅપ પર મેસેજ મોકલવાની સાથે-સાથે શોપિંગ અને ડિજિટલ પેમેંટ પણ થઇ શકે છે. ફેસબુકના સીઈઓમાર્ક જુકરબર્ગએ કહ્યું હતું કે કંપની ડિજિટલ પેમેંટ પ્લેટફોર્મ ગ્લોબલ સ્તર પર શરૂ કરશે. તે ભારતમાં હાલ તેનું ટેસ્ટિંગ કરી રહી છે. તેને એકસાથે ઘણા અન્ય દેશોમાં લોન્ચ કરશે. કંપનીએ ૧૦ લાખ યૂઝર સાથે તેનું સફળ બીટા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
થોડા દિવસો પહેલાં દિલ્હી હાઇકોર્ટે મોબાઇલ પેમેંટ વોલેટ ગૂગલ પે વિના સૈદ્ધાંતિક મંજૂરી ભારતમાં શરૂ થતાં કેંદ્વીય બેંક અને કંપની પાસે જવાબ માંગ્યો હતો. હાઇકોર્ટે પૂછ્યું હતું કે જ્યારે ગૂગલ પાસે આરબીઆઈની મંજૂરી નથી તો તે કેવી રીતે પેમેંટ વોલનું ભારતમાં સંચાલન કરી રહ્યું છે. જોકે હાઇકોર્ટમાં એક પીઆઈએલ થઇ હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગૂગલ પે એપ વિના સત્તાવાર મંજૂરીના કામ કરી રહ્યા છે.

Related posts

छह कोयला खदान आबंटन प्रक्रिया में : सरकार

aapnugujarat

૨૦૨૧-૨૨માં ભારતની જીડીપી ૭.૫ થી ૧૨.૫ ટકાની વચ્ચે રહેશે

editor

નોટબંધી-જીએસટીના કારણે ગારમેન્ટ ઉદ્યોગને ૩૦  ટકાનો ફટકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1