Aapnu Gujarat
બ્લોગ

મોદીએ નહીં પ્રથમ પીવી નરસિંહ રાવે સવર્ણોને અનામત આપવાનો લીધો હતો નિર્ણય

લોકસભા ચુંટણી પહેલા સરકારે એક મોટી રાજકીય રમત રમી છે. આર્થિક રીતે પછાત ઊંચી જાતિને રીઝવવા માટે સરકારે અનામત આપવાની જાહેરાત કરી છે. સૂત્રો અનુસાર કેબિનેટ સરકારે આર્થિક રીતે પછાત ઊંચી જાતિના લોકોને ૧૦ ટકા અનામતની મંજૂરી આપી દીધી છે.
સૂત્રો અનુસાર આ અનામતનો લાભ તેવા લોકોને મળશે કે જેની વર્ષની આવક ૮ લાખથી ઓછી હોય. તે પહેલા ગરીબ સવર્ણો માટે અનામતની માંગને નેતાઓ વ્યાજબી ગણાવી ચુક્યા છે. જેમાં કેન્દ્રીય સામાજીક ન્યાય અધિકારિતાના રાજ્યમંત્રી રામદાસ અઠાવલે, લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન અને માયાવતી પણ સામેલ છે. તેમણે ગરીબ સવર્ણોને ૧૫થી ૨૫ ટકા સુધી અનામત આપવાની વાત કહી હતી.
ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૫ અને ૧૬માં સામાજીક અને શૈક્ષણિક રૂપથી પછાત વર્ગો માટે અનામતનું પ્રાવધાન કરવામાં આવ્યુ છે. તે હેઠળ સાબિત કરી શકાય કે તેઓ બીજાની તુલનાએ સામાજીક અને શૈક્ષણિક રૂપથી પછાત છે. તે નક્કી કરવા માટે કોઈ પણ રાજ્ય પોતાને ત્યાંના પછાત વર્ગના આયોગનું રચના કરી અલગ અલગ વર્ગોની સામાજીક સ્થિતિની જાણકારી લઈ શકે છે.
જોકે, સુપ્રિમ કોર્ટના અનુસાર ૫૦ ટકાથી વધારે અનામત ન હોઈ શકે માટે સુપ્રિમ કોર્ટના નિર્ણય અનુસાર કોઈ પણ રાજ્ય ૫૦ ટકાથી વધારે અનામત આપી શકે નહી.
અનામતની હાલની વ્યવસ્થા હેઠળ એસસી માટે ૧૫, એસટી માટે ૭.૫ અને અન્ય પછાત વર્ગ માટે ૨૭ ટકા અનામત છે. અહિંયા આર્થિક આધાર પર અનામતની કોઈ વ્યવસ્થા નથી. તે માટે અત્યાર સુધી જે રાજ્યોમાં આર્થિક આધાર પર અનામત આપવાના પ્રયત્ન થયો છે તેને કોર્ટમાં નકારી કાઢવામાં આવ્યો છે.
૧૯૯૧માં મંડળ કમીશનની રિપોર્ટ લાગૂ થયા પછી તત્કાલિન પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવે ગરીબ સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે ૧૯૯૨માં સુપ્રીમ કોર્ટે તેને અબંધારણીય ઠેરવી નકારી કાઢ્યું હતું. બીજેપીએ ૨૦૦૩માં એક મંત્રી સમૂહની રચના કરી હતી. જો કે તેનો કંઈ ફાયદો થયો નહી અને વાજપેયી સરકાર ૨૦૦૪ની ચુંટણી હારી ગઈ. વર્ષ ૨૦૦૬માં કોંગ્રેસે પણ એક કમિટી બનાવી જેને આર્થિક રીતે પછાત વર્ગોનો અભ્યાસ કરવાનો હતો, જે હાલ અનામતની વ્યવસ્થામાં નથી આવતા. પરંતુ તેનો પણ કંઈ ફાયદો થયો નહી.વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈએ કહ્યું હતું કે, દલિતોની રાજનીતી કરનાર પક્ષો પોતાનું લેવલ વધારવા માંગે છે. તે માટે તેઓ ગરીબ સવર્ણોને અનામત આપવાની વાત કરી રહી છે. સવર્ણોના અસંતોષમાં જ તેમને અવસર દેખાઈ રહ્યો હશે. ૨૦૦૭માં બ્રાહ્મણોને સાથે લઈને માયાવતી સત્તામાં આવી હતી. પરંતુ દલિત નેતાઓની આ પહેલ માત્ર કાગળ પરની જ લાગે છે. આ માત્ર સવર્ણોને ખુશ કરવાની જ કોશિશ હોઈ શકે છે, કારણ કે આવું નિવેદન આપનાર નેતા પણ જાણે છે કે આર્થિક આધાર પર આરક્ષણ આપવાનો રસ્તો કાંટાથી ભરેલો છે. એટલા માટે તેટલી જલ્દી તેને લઈને સરકાર કોઈ પણ નિર્ણય સુધી પહોંચી શક્તી નથી.

Related posts

અવિસ્મરણી પાત્રોનાં સર્જક : સ્ટેન લી

aapnugujarat

બાબા રામદેવના સુર બદલાયા

aapnugujarat

‘વાઘ’નું અસ્તિત્વ જ આજે જોખમમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1