Aapnu Gujarat
રમતગમત

ગુજરાતને મળશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ભેટ

ગુજરાતમાં બનેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા ’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બાદ હવે રાજ્ય ક્રિકેટના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનો રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. અમદાવાદના મોટેરા ખાતે નિર્માણાધિન આ સ્ટેડિયમના ફોટા તાજેતરમાં જ ઝારખંડમાંથી રાજ્યસભાના સાંસદ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ ટ્‌વીટર પર શેર કર્યા છે. અત્યારે નિર્માણાધિન એવા આ મોટેરાના સ્ટેડિયમમાં ૧.૧૦ લાખ લોકોના બેસવાની ક્ષમતા છે. પરિમલ નથવાણીએ ટ્‌વીટ કરતા જણાવ્યું કે,વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, મેલબોર્ન કરતાં પણ વિશાળ એવું આ સ્ટેડિયમ ગુજરાતના અમદાવાદ શહેરના મોટેરામાં નિર્માણાધિન છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો આ ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા બાદ સમગ્ર ભારત માટે ગૌરવ બની જશે. અત્યારે તેના નિર્માણકાર્યની કેટલીક ઝાંખી અહીં ફોટા સાથે રજૂ કરી રહ્યો છું.અંદાજિત રૂ.૭૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન આ સ્ટેડિયમ ૬૩ એકર જેટલા વિસ્તારમાં બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અત્યંત ટૂંકા ગાળા ૫ વર્ષમાં નિર્માણ કરનારી લાર્સન એન્ટ ટુબ્રો (એલ એન્ડ ટી) દ્વારા આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
જીસીએની વેબસાઈટ મુજબ સ્ટેડિયમ વિશે જાણવા જેવી ૧૦ બાબતોઃ-
વર્ષ ૨૦૧૬માં અહીં રહેલા મોટેરા સ્ટેડિયમને તોડી પાડવામાં આવ્યું હતું. મોટેરા સ્ટેડિયમની દર્શક ક્ષમતા ૫૪,૦૦૦ હતા. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા તેના સ્થાને નવું, અત્યાધુનિક અને સંપૂર્ણ સુવિધાયુક્ત સ્ટેડિયમ બનાવવા માટે જૂનું સ્ટેડિયમ તોડી પડાયું હતું. જાન્યુઆરી, ૨૦૧૮માં નવા સ્ટેડિયમનો પાયો નાખવામાં આવ્યો હતો. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સ્વપ્નદૃષ્ટા એવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સમગ્ર પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે. તેના બાંધકામનો કોન્ટ્રાક્ટ દેશની પ્રખ્યાત નિર્માણ કંપની લાર્સન એન્ડ ટૂર્બોને આપવામાં આવ્યો છે.વિશ્વના સૌથી મોટા મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમને ડિઝાન બનાવનારી આર્કિટેક્ટ ફર્મ પોપ્યુલસ દ્વારા ગુજરાતના આ નવા સ્ટેડિયમની ડિઝાઈન બનાવામાં આવી છે. નવું મોટેરા સ્ટેડિયમ ૬૩ એકર વિસ્તારમાં બની રહ્યું છે અને તેમાં ૧.૧૦ લાખ લોકોના બેસવાની ક્ષમતા હશે. વર્તમાનમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મેલબોર્નનું છે, જ્યાં ૯૦,૦૦૦ દર્શકો બેસી શકે છે. ભારતમાં વર્તમાનમાં સૌથી મોટું સ્ટેડિયમ કોલકાતાનું ઈડન ગાર્ડન છે, જેમાં ૬૬,૦૦૦ દર્શકોનું ક્ષમતા છે.નવા સ્ટેડિયમના નિર્માણનો અંદાજિત ખર્ચ રૂ.૭૦૦ કરોડ છે. આ સ્ટેડિયમમાં ૪ ડ્રેસિંગ રૂમ, ૫૫ રૂમ સાથેનું એક ક્લબ હાઉસ, ૭૬ કોર્પોરેટ બોક્સ અને એક ઓલિમ્પિક સાઈઝનું વિશાળકાય સ્વિમિંગ પુલ પણ હશે.સ્ટેડિયમના અંદર જ એક ઈન્ડોર ક્રિકેટ એકેડમી પણ કાર્યરત કરવામાં આવશે.આ સ્ટેડિયમનું પાર્કિંગ પણ એટલું જ વિશાળ બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમના પાર્કિંગમાં ૩૦૦૦ ફોર વ્હિલ કાર અને ૧૦,૦૦૦ ટૂ-વ્હીલ પાર્ક કરી શકાશે. સાથે જ સમગ્ર સ્ટેડિયમમાં દર્શકો સરળતાથી હરી-ફરી શકે એવી ચાલવાની જગ્યા પણ હશે.

Related posts

न्यूजीलैंड ने बांगलादेश को 2 विकेट से हराया

aapnugujarat

ફિક્સિંગમાં સપડાઈ પુણેની પિચ, ક્યૂરેટર પાંડુરંગ સલગાંવકર સસ્પેન્ડ

aapnugujarat

कपिल देव ने चैंपियन्स गोल्फ में आयु वर्ग का खिताब जीता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1