Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીને સાચા સાબિત કરવા સિતારમન સંસદમાં ખોટું બોલ્યા : રાહુલ

સંસદમાં રાફેલ સોદા મુદ્દે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રક્ષા મંત્રી નિર્મલા સિતારમન પર નિશાન સાધ્યું છે.
રાહુલે જણાવ્યું કે રક્ષા મંત્રીએ સંસદમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને એક લાખ કરોડના કોન્ટ્રાક્ટ આપવા અંગેના દસ્તાવેજ રજૂ કરવા જોઈએ અથવા તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને જણાવ્યું કે,જ્યારે તમે એક વખત ખોટું બોલો છો તો પછી તેને છુપાવવા માટે પણ અનેક વખત જૂઠાણાનો જ સહારો લેવો પડે છે. રક્ષા મંત્રીએ વડાપ્રધાન મોદીને રાફેલના જૂઠાણાને સાચા સાબિત કરવા માટે સંસદમાં ખોટું બોલ્યા.આ અગાઉ શનિવારે રાહુલ ગાંધીએ ફેસબુક પર લખ્યું હતું કે, ‘એચએએલ પાસે પગાર ચૂકવવાના પણ નાણાં નથી, આનાથી લોકોને આશ્ચર્ય ના થવું જોઈએ. રાફેલ તો આપી જ દીધા હતા, હવે કામ પૂર્ણ કરવા માટે સૂટ-બૂટ વાળા મિત્રોની જરૂર છે જે એચએએલ પાસે છે. એચએએલને નબળી પાડ્યા વગર આ કામ શક્ય જ નહતું? ચોકીદાર ફક્ત મિત્રતાની ફરજ નિભાવી રહ્યા છે, દેશના સારા-ખરબાથી તેમને શું મતલબપ મિત્રતા કાયમ રહે.’

Related posts

कुलभूषण जाधव को काउंसलर एक्सेस देने को लेकर पाकिस्तान हरकत में

aapnugujarat

બિહારની ચૂંટણી નિર્ધારિત સમયે યોજાશે : ચૂંટણી પંચ

editor

Never questioned scientists or experts, but BJP govt which has a “trust deficit”: Akhilesh

editor

Leave a Comment

UA-96247877-1