Aapnu Gujarat
શિક્ષણ

ટોપ શૈક્ષણિક સંસ્થાઓની ઓનલાઈન કોર્સની ઓફર

ઉચ્ચ શિક્ષણને વધારે પ્રાથમિકતા આપવા અને તેમાં સુધારો કરવાના હેતુસર ટોચની સંસ્થાઓએ કોર્સ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની ઓફર કરી છે. કોર્સ ઓનલાઈન ઓફર કરવા માટે મહિનાના અંત સુધી અરજી સુપરત કરવા માટે ટોપ સંસ્થાઓએ કહ્યું છે. ડિગ્રી મેળવવા તરફ વધી રહેલા વિદ્યાર્થીઓને આ અંગેની ઓફર કરવામાં આવી છે. ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ નિયુક્ત સેન્ટરો ઉપર પરીક્ષા માટે જરૂરી માહિતી મેળવી શકશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ૭મી જાન્યુઆરીથી ૩૧મી જાન્યુઆરી ૨૦૧૯ સુધી ઓનલાઈન કોર્સ શરૂ કરવા માટે એપ્લાય કરવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આમંત્રણ આપી દીધું છે. આ કોર્સની ડિલિવરી પણ ઓનલાઈન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ એવી જગ્યાએ પરીક્ષામાં બેસી શકશે જ્યાં બાયોમેટ્રીક ઓથેન્ટીકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચુકી છે. ડિગ્રી કોર્સ ત્રણ વર્ષની અવધિના રહેશે અને ઓછામાં ઓછા ૧૨૦ ક્રેડિટ રહેશે. ચોઇસ આધારિત ક્રેડિટ સિસ્ટમ હેઠળ કમિશન દ્વારા ઉપલબ્ધ કરાવાતી સેવા ખુબ જ ઉપયોગી સાબિત થનાર છે. સંસ્થાઓ ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓને ઓફર કરી શકશે. છેલ્લા બે વર્ષથી નેશનલ ઇન્સ્ટીટ્યુશન રેંકિંગ ફ્રેમવર્કના ટોપ ૧૦૦ રેંકિંગમાં રહેલી સંસ્થાઓને જ આ સુવિધા આપવામાં આવશે. આ ઓનલાઈન કોર્સની કેટલીક મહત્વની વિશેષતાઓ રહેલી છે. એચઆરડીના એક અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, એક વર્ષમાં બે વખત એડમિશન લઇ શકાશે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આજ કોર્સની ઓફર કરી શકશે. આને લઇને વિદ્યાર્થીઓમાં પણ વધુ રાહત રહેશે. સર્ટિફિકેટ કોર્સ છ મહિનાના ગાળાનો રહેશે અને મહત્તમ ૨૦ ક્રેડિટ રહેશે. આવી જ રીતે ડિપ્લોમા કોર્સ ઓછામાં ઓછા એક વર્ષનો રહેશે અને ઓછામાં ઓછા ૪૦ ક્રેડિટ રહેશે. ડિગ્રી કોર્સ ત્રણ વર્ષના ઓછામાં ઓછા રહેશે અને લઘુત્તમ ૧૨૦ ક્રેડિટ રહેશે. ચોઇસ બેઇઝ્‌ડ ક્રેડિટ સિસ્ટમ હેઠળ કમિશન દ્વારા નક્કી કરવામાં આવેલી ક્રેડિટ આપવામાં આવશે. યુજીસીના ગેજેટ નોટિફિકેશનમાં કેટલીક વાત કરવામાં આવી છે. ચાવીરુપ ફિચરને લઇને વિદ્યાર્થીઓમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

Related posts

અમદાવાદની સરકારી સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવી બંધ બારણે પરીક્ષા યોજી

editor

प्रोफेसरों के लिए कॉलेज में सात घंटे उपस्थिति अनिवार्य : यूजीसी ने गाइड लाइन जारी : नये वर्ष से लागू

aapnugujarat

મુખ્યમંત્રીએ બનાસકાંઠાથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1