Aapnu Gujarat
શિક્ષણ

મુખ્યમંત્રીએ બનાસકાંઠાથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો

રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત ૩૧ હજાર ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન કરવાના ત્રીદિવસીય શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્ય મંત્રી મંડળનામંત્રીઓ,પદાધિકારીઓ,વરિષ્ઠ સચિવો,અને વર્ગ ૧ ના અધિકારીઓ સહભાગી થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ મેમદપુરા પ્રાથમિક શાળામાં એસ. એમ .સી.ના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો અંગે ચર્ચા કરી માર્ગ દર્શન આપ્યું હતું. છેલ્લા અઢી માસથી વડગામ તાલુકાના કરમાંવદ તળાવમાં નર્મદાના નીર નાખવા માટે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે વડગામ તાલુકામાં આવેલા મુખ્યમંત્રીએ વડગામ તાલુકાની પશુપાલક મહિલાઓ અને આગેવાનો સાથે વાત કરી હતી અને કસરા થી કરમાંવદ તળાવમાં નર્મદાની પાઇપલાઈનથી પાણી નાખવાની ખાતરી પણ આપી હતી. મેમદપુર ગામની શાળાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે એને ગ્રોથ એન્જિન કહેવાય તેવી વાત કરી હતી. સરકાર છેવાડાના માનવી સુધી ગ્રોથ એન્જિન પહોચાડવા મારી ટીમ તૈયાર છે તેવું પણ કહ્યું હતું. શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ૨૦૦૩થી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવની શરુઆત કરાઈ ત્યારથી આજ સુધી વડાપ્રધાનની પહેલ અકબંધ છે. જ્યારે ટેકનોલોજીના ઉપયોગ માટે શિક્ષણ જરૂરી છે, અને જેને લઇને ડ્રોપ આઉટ રેશિયો ૫૦% થી ૩% સુધીનો ઘટ્યો છે. જોકે પ્રવેશોત્સવના કારણે ગામડાઓમાં ઉત્સાહ વધ્યો અને બાળકો ભયમુક્ત અને તણાવ મુક્ત વાતાવરણમાં અભ્યાસ કરશે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમદપુર ગામની પ્રાથમિક શાળામાં ૭૦ બાળકોને પ્રવેશ આપી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મેમદપુર ગામે મુખ્યમંત્રીનું બાળાઓ અને ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું ત્યારે મુખ્યમંત્રીએ બાળકોને ચોકલેટ ખવડાવી અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. ગ્રામજનોએ ગૌરવ અનુભવ્યું હતું કે મુખ્યમંત્રીએ વડગામ તાલુકા માંથી રાજ્યવ્યાપી શાળાઓમાં પ્રવેશ નો પ્રારંભ કરાવ્યો છે ત્યારે હર્ષની લાગણી સાથે ગ્રામજનોએ પણ આ કાર્યક્રમને માણ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૭માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી હતી અને બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

Related posts

માસ કોપીના કેસમાં ૧૦૦ને ડીબાર કરતો નિર્ણય યથાવત

aapnugujarat

કાંકરેજ તાલુકાની ભદ્રેવાડી પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાનમેળો, સાયકલ વિતરણ અને તિથિભોજન અપાયું

aapnugujarat

कक्षा-१ से ८ में (NCERT) का कोर्स पढाया जायेगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1