Aapnu Gujarat
ગુજરાત

વડોદરાની યુવતીએ પ્રેમમાં દગો મળતા ઘરમાં ફાંસો ખાધો

૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાસે આઈશાએ પતિના ત્રાસને કારણે મોત વહાલું કરતાં પહેલાં વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. અમદાવાદના આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને ૧૦ વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે સાસરિયાં દ્વારા ત્રાસ અપાતો હોવાની પણ નોંધ લીધી હતી, જેથી ૧૦ વર્ષની જેલની સજા સાથે એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા કરવાનો હુકમ કર્યો છે. સેશન્સ કોર્ટે સમાજમાં ઉદાહરણરૂપ કિસ્સો બેસાડવા માટે આ હુકમ કર્યો હતો.વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીને પ્રેમીએ તરછોડતાં અમદાવાદ રિવરફ્રન્ટ પર આત્મહત્યાના પ્રયાસ કર્યા બાદ પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો. જોકે ત્યાર બાદ વડોદરા પરત ફરી યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદમાં આઇશા નામની યુવતીએ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ પતિના ત્રાસથી કંટાળીને રિવરફ્રન્ટ પર વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો. એવી જ ઘટના ફરી એકવાર બની છે, જેમાં વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા ખોખરે અમદાવાદના શેખ રમીઝ અહેમદ નામના યુવકે પ્રેમમાં દગો આપતાં અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો તેમજ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાર બાદ નફીસા વડોદરા પરત આવી ગઇ હતી અને ૨૦ જૂન ૨૦૨૨ના રોજ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ યુવતીનાં પરિવારજનોએ વડોદરાના જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમજ નફીસાએ રિવરફ્રન્ટ પર જે વીડિયો બનાવ્યો હતો એ પણ મીડિયા સમક્ષ આવ્યા છે. નફીસા ખોખરે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે રિવરફ્રન્ટ પર પોતાના પ્રેમીએ દગો દીધાનો વીડિયો પણ બનાવ્યો હતા, જેમાં તે કહી રહી છે કે રમીઝ, તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, મતલબ બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહે કે મુઝે પટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમેં મૈંને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઔર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તુમમેં ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુઝે નહીં આતા સમજ મેં. તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખા થા, વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર. અન્ય એક વીડિયોમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર નફીસા કહી રહી છે કે કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી રહી, ન ઘાટ કી. ચાર દિનોં સે યહાં ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલું.

Related posts

પોલીસ સમન્વય ન્યૂઝ પેપર તથા સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માસ્કનું તથા હેન્ડગ્લબસ નું વિતરણ

aapnugujarat

મ્યુનિ. હેલ્થ વિભાગની સખ્ત કાર્યવાહી : મીઠા માવા, દહી સહિતના સેમ્પલ અપ્રમાણિત જાહેર

aapnugujarat

ट्राफिक नियमों का भंग करनेवालों का लाइसेंस रद्द होने की संभावना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1