Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતની ૨૬માંથી ૧૩ બેઠકો જીતવા કોંગ્રેસ લગાવશે એડીચોટીનું જોર

રાજ્યમાં ભાજપને ૧૦૦ બેઠક જીતવાની શક્યતા ન હતી. તેવા સમયે તેણે દોઢસો પ્લસ બેઠકોનું લક્ષ્ય રાખીને વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી હતી. જ્યારે કોંગ્રેસની બેઝિક સમસ્યા જ એ છે કે તે ૫૦ ટકા લક્ષ્ય સાથે જ ચાલે છે. લોકસભાની આવી રહેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસ ગુજરાતમાં ૨૬માંથી ૧૩ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખીને આગળ વધી રહી છે.રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ કોંગ્રેસમાં જુસ્સો વધ્યો છે. તેમ છતાં નીચું નિશાન એ પ્રદેશ કોંગ્રેસની ખાસિયત છે. તે પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ૫૦ ટકા મિશન પર રણનીતિ તૈયાર કરશે એવી માહિતિ મળી છે. તેના માટે બુથ લેવલ કમિટી થકી છેવાડાના માનવી સુધી પહોંચીને સંપર્ક વધારવાની યોજના વિચારાઇ છે. ર૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં મોદી લહેરના કારણે કોંગ્રેસ ગુજરાતમાં એક પણ બેઠક મેળવી શકી ન હતી. પરંતુ આ વખતે ર૬ બેઠકોમાંથી અડધી બેઠકો જીતી શકાશે તેમ કોંગ્રેસના નેતાઓ માને છે.
કોંગ્રેસની યોજનાઓથી માહિતગાર સુત્રોએ જણાવ્યું કે મિશન પ૦ ટકામાં લોકસભાની ૧૩ બેઠકોને લક્ષ્ય બનાવવામાં આવશે. આ ૧૩ બેઠકો આણંદ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, જુનાગઢ, દાહોદ, બારડોલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભરૂચ અને મહેસાણા છે. અગાઉની બે વિધાનસભા ચૂંટણીઓ અને બે લોકસભાની ચૂંટણીઓનાં પરિણામોના ઊંડા વિશ્લેષણ પછી આ બેઠકોને તારવવામાં આવી છે. ‘આ બેઠકો મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે અથવા અનામત છે જયાં કોંગ્રેસ હાજરી ધરાવતી હતી અને વધુ ટેકો મેળવી શકે તેમ છે.’ કોંગ્રેસે આ મતક્ષેત્રો હેઠળ દરેક એસેમ્બલી સેગમેન્ટમાં ગુજરાત કોંગ્રેસના એક સેક્રેટરી ફાળવ્યા છે. સચિવોને ચોકકસ યોજના મુજબ કામ કરવા જણાવાયું છે, જેમાં બૂથ લેવલના કાર્યકરો ઓળખવા, તેમને યોગ્ય સમિતિમાં ગોઠવવા, સમગ્ર એસેમ્બલી મતક્ષેત્રમાં કોંગ્રેસના સક્રિય કાર્યકરોની ચકાસણી કરવી અને પક્ષના કાર્યકરો સાથે વાતચીતના કાર્યક્રમનો સમાવેશ થાય છે. દરેક એસેમ્બલી સેગમેન્ટમાં લગભગ ર૭૦ બુથ પર તેનું અમલીકરણ કરવામાં આવશે.
એવું કહેવાય છે કે કોંગ્રેસે ઉમેદવારોની એક ઉપરછલ્લી યાદી પણ તૈયાર કરી લીધી છે. ચૂંટણી નજીક આવે ત્યારે જ આ યાદી જાહેર કરવામાં આવશે. પાયાના સ્તરે થતી સમગ્ર કવાયત પર એક પ્રાઇવેટ કન્સલ્ટન્સી નજર રાખશે. તે ડેટાની ચકાસણી કરીને બેક-એન્ડ સપોર્ટ આપશે. એઆઇસીસીના ગુજરાત ઇન્ચાર્જ સચિવો જિતેન્દ્ર બાઘેલ અને બિશ્વનારાયણ મોહંતી ‘મિશન પ૦ ટકા’ પર નજર રાખશે. કોંગ્રેસનું આંતરિક વિશ્લેષણ કહે છે કે તેને અમદાવાદ (પૂર્વ), અમદાવાદ (પશ્ચિમ), નવસારી, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, કચ્છ અને વલસાડની મોટા ભાગે શહેરી બેઠકો પર ભારે ટક્કરનો સામનો કરવો પડશે.

Related posts

અમદાવાદમાં ૧૦ જુને હાર્દિક પટેલના નેતૃત્વમાં ‘સામાજિક ક્રાંતિકારી કાર્યકર્તા’ સંમેલન યોજાશે

aapnugujarat

ચીમનભાઇ બ્રીજ પર કારની ટક્કરથી બાઇક ચાલક બસ નીચે કચડાતા સનસનાટી

aapnugujarat

ધાનેરામાં ૯૦ ટકા વિસ્તારમાં વિજ પુરવઠો સ્થાપિત કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1