Aapnu Gujarat
રાષ્ટ્રીય

સહારનપુરમાં ઈન્ટરનેટ-મેસેજ સર્વિસ બંધ કરાઈ

યુપીના સહારનપુરમાં જાતીય સંઘર્ષની વચ્ચે હાલાતને કાબૂમાં કરવા માટે મોબાઈલ ઈન્ટરનેટ અને મેસેજિંગ સર્વિસિસ પર રોક લગાવી દીધી છે. જિલ્લા પ્રશાસનના જણાવ્યા અનુસાર, કોઈ પણ પ્રકારની અફવાથી બચવા માટે આ પગલુ લેવામાં આવ્યું છે.
આ પહેલા મોડી સાંજે સહારનપુરના ડીએમ એનપી સિંહ અને એસએસપી સુભાષચંદ્ર દૂબેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડિવિઝનલ કમિશનર અને ડીઆઈજીનું પણ ટ્રાન્સફર કરી દેવાયું છે.સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે, એસએસપી સુભાષચંદ્ર દૂબે અને જિલ્લાધિકારી એનપી સિંહને હટાવવામાં આવ્યા છે. જ્યારે કે, મંડલાયુક્ત એમપી અગ્રવાલ અને પોલીસ ઉપ મહાનિરીક્ષક જે.કે.સાહીનું પણ ટ્રાન્સફર કરી દેવાયું છે. જિલ્લામાંથી હટાવવાને લઈને કોઈ અધિકારીક કારણ જણાવવામાં નથી આવ્યું, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સહારનપુરના હાલાતને નિયંત્રિત ન કરી શકવા પર નારાજગી વ્યક્ત કરી છે. જેના બાદ અધિકારીઓને હટાવવામાં આવ્યા છે. ત્રણ અઠવાડિયાથી ચોથીવાર થયેલી હિંસા બાદ વિસ્તારમાં ભારે તણાવ પ્રસરી ગયો છે. જેને પગલે સમગ્ર જગ્યાએ સુરક્ષા તૈનાત કરી દેવાઈ છે. પ્રશાસનના ઉપરી અધિકારીઓ પણ સ્થળ પર ફરજ બજાવી રહ્યાં છે.આ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટિ્‌વટ કરી છે કે, સહારનપુરની ઘટના દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. ઘટનાના દોષી વ્યકતિઓની ઓળખ કરીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.મંગળવારે મલ્હીપુર રોડ પર થયેલી હિંસામાં માર્યા ગયેલા આશિયના પરિવારજનોને રાજ્ય સરકારે ૧૫ લાખ રૂપિયા અને ઘાયલો માટે ૫૦-૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાયતાની જાહેરાત કરી છે. યુપીના મંત્રી શ્રીકાંત શર્માએ આ ઘટના અંગે કહ્યું હતું કે, સહારનપુરમાં અમન અને શાંતિ કાયમ રાખવામાં આવી હતી, પરંતુ માયાવતી પોતાની રાજનીતિક રોટલી શેકવા ગઈ હતી.

Related posts

अनिल अंबानी की बढ़ीं मुश्किलें, चीन के 3 बैंकों ने 48.53 अरब रुपए का मुकदमा दर्ज किया

aapnugujarat

કોઈ મંત્રી પીડા ન સાંભળે તો ખેડૂતો તેમના પર ડુંગળી ફેંકે : રાજ ઠાકરે

aapnugujarat

વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ફિલિપાઈન્સ પ્રવાસ રવાના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1