Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં હોટ યોગગુરુ બિક્રમ ચૌધરી સામે શારીરિક શોષણ મામલે અરેસ્ટ વોરંટ

અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટની એક કોર્ટે ગુરુવારે યોગગુરુ બિક્રમ ચૌધરી સામે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે બિક્રમ અમેરિકામાં સંચાલિત બિક્રમ યોગાના સંસ્થાપક છે, બિક્રમ પર તેની પૂર્વ કાનુની સલાહકારે શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો, આ મામલે બિક્રમને ૬.૫ મિલિયન ડોલર ચૂકવવાના હતા જે તેણે આપ્યા નથી, ત્યારબાદ કોર્ટે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે. જો કે લોસ એન્જલસ સુપીરિયર કોર્ટના જજ એડવર્ડ મોરટોનના આદેશ પ્રમાણે બિક્રમ ૮ મિલિયન ડોલર જમા કરાવીને પોતાની જમાનત કરાવી શકે છે.૨૦૧૩માં સેલિબ્રિટી યોગગુરુ બિક્રમ ચૌધરી પર તેમની જ વકીલ મીનાક્ષી જફફા બોડેનને સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો.મીનાક્ષીના એર્ટોની કાર્લા મિનાર્ડે કહ્યુ હતું કે, બિક્રમે તેમના ક્લાયન્ટ મીનાક્ષીનું શારિરીક શોષણ કર્યુ અને ખોટી રીતે ટચ કરવાનો પ્રયાસ કર્યો હતો.બાદમાં બિક્રમે ગેરકાનૂની રીતે મિનાક્ષી પાસેથી કંપનીએ આપેલી કાર અને ઘર આંચકી લીધા હતા અને મિનાક્ષીની ગ્રીન-કાર્ડ એપ્લિકેશનને કેન્સલ કરવાની પણ ધમકી આપી હતી.આ કેસમાં કોર્ટે મીનાક્ષીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો અને ૬.૫ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.બિક્રમ ચૌધરીના હોટ યોગામાં રૂમનું તાપમાન ૪૦ ડિગ્રી રાખવામાં આવે છે. બાદમાં તમામ સ્ટુડન્ટ્‌સને ત્યાં જ યોગા શીખવવામાં આવે છે. જેને હોટ યોગા કહેવાય છે. તેમની લોકપ્રિયતાનો અંદાજે એના આધારે લગાવી શકાશે કે ૨૨૦ દેશોમાં તેમના ૭૨૦ બિક્રમ યોગ સ્કૂલ ચાલે છે. જે પૈકી મોટાભાગની યોગ સ્કૂલ અમેરિકા, બ્રિટનમાં આવેલી છે. એવું કહેવાય છે કે, દુનિયાનો ટોચનો ટેનિસ પ્લેયર એન્ડી મરે અને ફેમસ ફુટબોલર ડેવિડ બેકહેમ ખરાબ ફોર્મમાં હતા ત્યારે તેમણે બિક્રમ ચૌધરીનો સંપર્ક કર્યો હતો.

Related posts

Troops from Iraq and Afghanistan to be withdrawl soon : US govt

editor

ગાઝા બન્યું નર્કાગાર, જીવ બચાવવા માટે લાખો લોકો હિજરત કરી રહ્યા છે

aapnugujarat

જાપાનના ફુકુશીમામાં ૫.૮નો ભૂકંપઃ સુનામીનો ખતરો નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1