Aapnu Gujarat
Uncategorized

અમરેલી નજીકથી રૂપિયા એક કરોડની નકલી નોટ સાથે બે શખ્સોની ધરપકડ

અમરેલી જિલ્લામાં અવારનવાર નકલી ચલણી નોટો ઝડપાવાના કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે. થોડા દિવસ પહેલાં સાવરકુંડલા ગામેથી નકલી ચલણી નકલી નોટ ઝડપાયા બાદ આજે અમરેલીના વરસડા રોડ ઉપરથી નવી ૫૦૦ અને ૨ હજારના દરની કુલ રૂ. ૧ કરોડ ૧૦ લાખની નકલી નોટ ઝડપાતા અમરેલી જિલ્લામાં ભારે ભળભળાટ મચ્યો છે.આ બનાવની જાણ થતાં અનેક બેંકના અધિકારીઓ પણ પોતાની બેંકના ચલણોમાં નકલી નોટ કોઇ ઘુસાડી ન જાય તે માટે સાવચેત થઇ ગયાં છે. આ બનાવ બાદ પોલીસે ગુપ્ત રીતે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલને મળેલ બાતમીના આધારે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચને વાહન ચેકિંગ કરવા સૂચના આપતાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ.પી.પટેલ તથા સ્ટાફના અમરેલી નજીક આવેલ લાઠી રોડ ઉપર લાલાવાવ હનુમાનજી મંદિર પાસે ગઇકાલે મોડી રાતે વાહન ચેકિંગ કરી રહ્યાં હતાં. તે દરમિયાન એક નંબર વગરના સ્કુટીમાં આગળના ભાગે થેલામાં ભાવનગર પંથકના ગુંદી ગામના સચીન ગુલાબભાઇ પરમાર તથા લાઠી ગામે આવેલ લુવારીયા દરવાજા પાસે રહેતા પરેશ જગદીશભાઇ સોલંકીને રોકી પૂછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ નહીં આપી શકતાં પોલીસે તેમની તપાસ કરી હતી.પોલીસ તપાસમાં બંને ઇસમો પાસેથી રૂ. પ૦૦ના દરની ૩૯૮ર નોટ કિંમત રૂ. ૧૯,૯૧,૦૦૦ તથા રૂ. ર૦૦૦નાં દરની કુલ નોટ નંગ ૪પપર કિંમત રૂ. ૯૧,૦૪,૦૦૦ મળી કુલ રૂ. ૧,૧૦,૯પ,૦૦૦ની નકલી નોટ મળી આવી હતી.આ બનાવ અંગે પોલીસે આરોપી સચીન ગુલાબ પરમાર તથા પરેશ જગદિશભાઇ સોલંકી સામે ભારતીય અર્થતંત્રને નુકશાન પહોંચાડવા તથા સમાન ઇરાદો પાર પાડવા ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

જેતપુરમાં મહિલા કોંગ્રેસની જોરદાર રેલી

editor

કોડીનાર તાલુકાના અરણેજ ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૩૫૭૩ પ્રશ્ર્નોનો નિકાલ

aapnugujarat

ધોરાજીમાં તહેવારોને લઈને એકસ્ટ્રા બસ શરૂ કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1