Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લિવ ઈન રિલેશનશીપ દરમિયાન સંમતિથી બાંધેલ યૌન સંબંધ દુષ્કર્મ નથી : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લિવ ઈન પાર્ટનર્સ વચ્ચે સંમતિથી સ્થાપિત થયેલા શારીરિક સંબંધો બળાત્કાર ગણી શકાય નહીં. આવા લિવ ઈન પાર્ટનર દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં લગ્ન કરવામાં આવે નહીં તો પણ તેને બળાત્કાર ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની એક નર્સ દ્વારા એક તબીબ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને નામંજૂર કરતા મહત્વનો ચુકાદો આપ્યો છે. ફરિયાદી નર્સ અને આરોપી તબીબ કેટલાક સમય સુધી એકબીજાના લિવ ઈન પાર્ટનર હતા.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ. કે. સિકરી અને જસ્ટિસ એસ. અબ્દુલ નજીરની ખંડપીઠે તાજેતરમાં આપેલા એક ચુકાદામાં કહ્યું હતું કે બળાત્કાર અને સંમતિથી બનાવવામાં આવેલા શારીરિક સંબંધો વચ્ચે સ્પષ્ટપણે અંતર છે. આવા પ્રકારના મામલાઓમાં અદાલતે સંપૂર્ણપણે સતર્કતા સાથે ચકાસણી કરવી જોઈએ કે શું આરોપી હકીકતમાં પીડિતા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો અથવા તેની ખોટી મનસા હતી તથા પોતાની જાતીય ઈચ્છાઓને પૂર્ણ કરવાના બદઈરાદાથી તેના દ્વારા ખોટા વાયદો કરવામાં આવ્યો હતોપ કારણ કે ખોટી મનસાથી અથવા ખોટા વાયદો કરવો ઠગાઈ અથવા છેતરપિંડી ગણવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે જો આરોપીએ પીડિતા સાથે જાતીય ઈચ્છાપૂર્તિના એકમાત્ર ઉદેશ્યથી વાયદો કર્યો નથી, તો આવા પ્રકારની ઘટનાને બળાત્કાર માની શકાય નહીં. એફઆઈઆર મુજબ વિધવા મહિલા તબીબના પ્રેમમાં પડી હતી અને તેની સાથે રહેવા લાગી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એવા પ્રકારનો મામલો હોઈ શકે છે કે પીડિતાએ પ્રેમ અને આરોપી પ્રત્યે લગાવને કારણે જાતીય સંબંધ બનાવ્યા હશે. આવા સંબંધો આરોપી દ્વારા પેદા કરવામાં આવેલી ગલતફેમીના આધારે અથવા આરોપીએ ચાહવા છતાં પોતાના નિયંત્રણમાં હોય નહીં તેવી પરિસ્થિતિઓ હેઠળ ફરિયાદી વિધવા મહિલા સાથે લગ્ન કર્યા નહીં હોય.
આવા પ્રકારના મામલાને અલગ રીતે જોવો જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું છે કે જો વ્યક્તિની મનસા ખોટી હતી અથવા આમા ગુપ્ત ઈરાદો હતો. તો આ સ્પષ્ટપણે બળાત્કારનો મામલો હતો. આ મામલાના તથ્યોનો ઉલ્લેખ કરતા અદાલતે કહ્યું છે કે તેઓ કેટલોક સમય સાથે રહ્યા હતા અને મહિલાને જ્યારે ખબર પડી કે આરોપીએ કોઈ અન્ય મહિલા સાથે લગ્ન કર્યા છે. તો બાદમાં આ વિધવા મહિલા દ્વારા આરોપી તબીબ સામે ફરિયાદ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે તેમનું માનવું છે કે જો ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપોને તેવા જ સ્વરૂપમાં જોવામાં આવે, તો આરોપી વિરુદ્ધ મામલો બનતો નથી. આરોપી તબીબે બોમ્બે હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે એફઆઈઆર રદ્દ કરવાની માગણી કરતી આરોપીની અરજીને નામંજૂર કરી હતી.

Related posts

लालू प्रसाद यादव को बड़ी राहत, झारखंड हाईकोर्ट ने दी जमानत

aapnugujarat

रोहिंग्यों की भर्ती के मिशन पर आया था संदिग्ध आतंकी पूर्वी दिल्ली से गिरफ्तार

aapnugujarat

અજીત દોભાલની યાત્રાને લઇને ચીની મિડિયા સંપૂર્ણ વિભાજિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1