Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બેંક ઓફ બરોડામાં બે બેંકના મર્જરને બહાલી

કેન્દ્રીય કેબિનેટે બેંક ઓફ બરોડાના વિજ્યા બેંક અને દેના બેંકના મર્જરને લીલીઝંડી આપી દીધી છે. આજે કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ પત્રકાર પરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરી હતી. મર્જરના પરિણામ સ્વરુપે બનનાર એકમ એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંક બાદ દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની જશે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, બેંકિંગ સેક્ટરમાં સુધાર હેઠળ આ પગલા લેવામાં આવી રહ્યા છે. મંત્રીએ કહ્યું હતું કે, આ મર્જરથી કર્મચારીઓની છટણી થશે નહીં. કારણ કે દેના અને વિજ્યા બેંકના કર્મચારીઓને બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ બેંક ઓફ બરોડાએ વિજ્યા બેંક અને દેના બેંકના પોતાની સાથે મર્જરને લઇને વાતચીત ચાલી રહી છે. આ દુવિધા હજુ અકબંધ રહી છે. દેના બેંકના મામલામાં સ્થિતિ સ્પષ્ટ થઇ ચુકી છે. મર્જરની યોજના મુજબ વિજ્યા બેંકના શેર ધારકોને દરેક ૧૦૦૦ શેરના બદલે બેંક ઓફ બરોડાના ૪૦૨ ઇક્વિટી શેર મળશે. દેના બેંકના મામલામાં દરેક ૧૦૦૦ શેરના બદલે બેંક ઓફ બરોડાના ૧૧૦ શેર મળશે.

Related posts

ત્રણ થી પાંચ સરકારી બેંક હોવી જોઈએ : અરવિંદ સુબ્રમણ્યન

aapnugujarat

हिंदुजा भाइयों में छिड़ी जंग

editor

राजस्थान विधानसभा सियासी बवाल के बाद मुख्यमंत्री ने विवादित अध्यादेश को सिलेक्ट कमिटी को भेजा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1