Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ ડિલ યુપીએ કરતા ખુબ સસ્તી : જેટલી

ભારે વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ રાફેલ ડિલને લઇને આજે ફરી એકવાર સંસદમાં ભારે હોબાળો થયો હતો. આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર ચાલ્યો હતો. એકબાજુ ભારે ધાંધલ ધમાલ અને નારાબાજી વચ્ચેે વિપક્ષી સાંસદોએ કાગળ ઉડાવ્યા હતા. લોકસભામાં નિવેદન કરતા સાફ શબ્દોમાં કહ્યું હતું કે, કોંગ્રેસ તરફથી કરવામાં આવેલા આક્ષેપો આધાર વગરના છે. કોંગ્રેસ તરફથી રજૂ કરવામાં આવેલી રાફેલ સંદર્ભમાં ટેપ પણ બોગસ છે. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીની યુદ્ધ વિમાન અને ઓફસેટની સામાન્ય માહિતી પણ નથી. જેટલીએ દાવો કરતા કહ્યું હતું કે, રાફેલ ડિલ યુપીએના ગાળા કરતા પણ સસ્તી ડિલ થઇ છે. તેમણે દાવો કર્યો હતો કે, બેઝિક રાફેલ વિમાનની કિંમત યુપીએના સમયથી ૯ ટકા સસ્તી છે. પૂર્ણરીતે હથિયારોથી સજ્જ રાફેલની કિંમત યુપીએના સમયથી ૨૦ ટકા સસ્તી છે. અરુણ જેટલી સરકાર તરફથી મોરચા સંભાળતા નજરે પડ્યા હતા. અરુણ જેટલીએ કહ્યું હતું કે, કેટલાક લોકો વાસ્તવિકતાથી નફરત કરે છે. રાફેલ પર રાહુલ ગાંધી છ મહિનાથી સતત ખોટા નિવેદન કરી રહ્યા છે. તેઓ ગોવાના મુખ્યમંત્રી અને મંત્રીઓને ખોટી વાત કરી રહ્યા છે. આ દેશની કમનસીબી છે કે, દેશની સૌથી જુની કોંગ્રેસ પાર્ટી જે પાર્ટીને મહાન લોકો નેતૃત્વ કરી ચુક્યા છે તે પાર્ટીના લોકોમાં આજે એવા વ્યક્તિ છે જે લોકોને યુદ્ધ વિમાનને લઇને સામાન્ય સમજણ પણ નથી. કેન્દ્રીયમંત્રીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ફ્રાંસની સરકારે પોતાના પુર્વ પ્રમુખ ફ્રાન્સવા ઓલાંદના નિવેદનને ફગાવી દઇને કહ્યું હતું કે, ૫૦૦ વિરુદ્ધ ૧૬૦૦ની જે તક આપવામાં આવી છે તેનું કારણ એ છે કે, કેટલાક પરિવારો અને નેતાઓને પૈસાની ગણતરી સમજાય છે પરંતુ દેશની સુરક્ષાની ગણતરી સમજાતી નથી. બોફોર્સ કૌભાંડમાં દલાલ ક્વાટ્રોચીને મિસ્ટર ક્યુ તરીકે સંબોધીને જેટલીએ રાહુલ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી ક્યુના ખોળામાં રમતા હતા. જેટલીએ બોફોર્સ અને નેશનલ હેરાલ્ડ કેસના મુદ્દા ઉઠાવ્યા હતા. ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં કોર્ટમાં સન ઓફ ઇટાલિયન લેડી, આરના નામનો ઉલ્લેખ પણ કર્યો હતો. જેટલીએ કહ્યું હતું કે, આ ત્રણ ઉપર ધ્યાન આપવાના બદલે કોંગ્રેસ પાર્ટી બિનજરૂરીરીતે રાફેલ મુદ્દાને ઉઠાવી રહી છે. જેટલીએ કહ્યું હતું કે, રાફેલ દેશની સુરક્ષા સાથે જોડાયેલા વિમાન છે. કારગિલ યુદ્ધના સમયે અમારી પાસે રાફેલ જેવા યદ્ધ વિમાન ન હતા. જો આવા વિમાન રહ્યા હોત તો ખુબ ફાયદો થયો હતો. ૧૦૦ કિમીથી પણ વધારે અંતરથી મિસાઇલો આ વિમાનથી ઝીંકી શકાય છે. ૨૦૦૧માં સેનાએ આ પ્રકારના વિમાન ખરીદવાની વાત કરી હતી. ૨૦૦૭માં છ બિડ આવ્યા હતા. ૨૦૦૭માં ડસોલ્ટ અને યુરો ફાઇટરને યોગ્ય ગણવામાં આવ્યા હતા. તે વખતે રાફેલને મંજુરી અપાઈ ન હતી. રાફેલ દસ્તાવેજો ૨૦૧૨માં કોંગ્રેસ સરકારના સંરક્ષણ મંત્રી પાસે પહોંચ્યા હતા તે વખતે સેના અને અન્ય તરફથી દબાણ હતું. જેટલીએ કહ્યું હતું કે, સંરક્ષણ મંત્રી એક સાદી વ્યક્તિ તરીકે હતા. તેમણે કહ્યું હતું કે, રાફેલની મંજુરી તે વખતે અપાઈ હતી પરંતુ જે પ્રક્રિયા મારફતે તેની પસંદગી કરાઈ હતી તેના ઉપર વિચારણા કરવામાં આવી હતી. યુપીએ સરકારે દેશની સુરક્ષા સાથે રમત રમી હતી. જેટલીએ કહ્યું હતું કે, અમારી સરકાર આવ્યા બાદ આર્મી અધિકારીઓ કહી ચુક્યા છે કે, દુશ્મનોની પાસે ૪૦૦થી વધારે યુદ્ધ વિમાનો છે અને અમારી પાસે આધુનિક વિમાન ઓછા રહેલા છે.

Related posts

राष्ट्रपति चुनावः नीतीश के रुख से कांग्रेस पार्टी बेचैन

aapnugujarat

શ્રધ્ધા પેટ્રોલિયમ (બોડકદેવ) ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની વિશેષ ઉજવણી કરાઈ

aapnugujarat

આધુનિક પૃથ્વી-૨ મિસાઈલનું ફરી વખત સફળ પરિક્ષણ થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1