Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં ૩૬૩ પોઇન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૩૬૩ પોઇન્ટ ઘટીને ૩૫૮૯૨ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૧૮ પોઇન્ટ ઘટીને ૧૦૭૯૩ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો ઘટાડો થયો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી સહિતના અનેક શેરમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૩.૪૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. તાતા સ્ટીલ અને વેદાંતાના શેરમાં ઉલ્લેખનીય ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં ઇન્ડેક્સમાં ઘટાડો રહ્યો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૬ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૫૨૩૨ રહી હતી જ્યારે સ્મોલકેપમાં ૦.૭૪ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૬૫૮ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ઓટોમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. જેટ એરવેઝનું કહેવું છે કે, વ્યાજની ચુકવણી અને મૂળ ઇન્સ્ટોલમેન્ટની ચુકવણીને લઇને કોઇ વિવાદ નથી. ઓઇલ માર્કેટમાં આજે બુધવારના દિવસે વધુ ઘટાડો રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત ૫૮ સેન્ટ ઘટીને ૫૩.૨૨ ડોલર પ્રતિ બેરલ રહી હતી. બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટતા આગામી દિવસોમાં તેલ કિંમતોમાં વધુ ઘટાડો થઇ શકે છે. વર્ષ ૨૦૧૮માં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ૧૪૪૪૮૪૬૫.૬૯ કરોડ થઇ ગઇ હતી. માર્કેટ મૂડીમાં ૭૨૫૪૦૧.૩૧ કરોડનો ઘટાડો થયો હતો. સેંસેક્સમાં વર્ષ ૨૦૧૮માં ૫.૯૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૫.૯૧ ટકાનો સુધારો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩.૧૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આ વર્ષ દરમિયાન ૬.૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩.૩૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૫.૫૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિક કમાણીના આંકડા આ સપ્તાહથી આવવાની શરૂઆત થનાર છે. ત્રીજી જાન્યુઆરીથી આ સિઝનની શરૂઆત થશે.શેરબજારમાં નવા વર્ષના પ્રથમ દિવસે કારોબાર દરમિયાન આજે તેજી રહેતા સારી શરૂઆત વર્ષ ૨૦૧૯ની રહી હતી. ગઇકાલે મંગળવારના દિવસે નિફ્ટી ઇન્ડેક્સ ૪૮ પોઇન્ટ ઉછળીને ૧૦૯૧૦ની ઉંચી સપાટી પર રહ્યો હતો. નિફ્ટીના ૫૦ સેર પૈકી ૩૨ શેરમાં તેજી રહી હતી. આવી જ રીતે ૧૮માં મંદી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૫૪૨૬ની સપાટી રહી હતી. જો કે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૬૦ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો.વર્ષ ૨૦૧૮માં ભારે ઉથલપાથલના પરિણામ સ્વરુપે રોકાણકારોએ ૭.૨૫ લાખ કરોડ રૂપિયાની રકમ ગુમાવી દીધી હતી.

Related posts

વારાણસી સીટ પર અજય રાય ફરીવાર ચૂંટણી લડશે

aapnugujarat

કાશ્મીર વિવાદને ઉકેલવા માટે મોદી સરકારના તમામ પ્રયાસો : રાજનાથસિંહ

aapnugujarat

આસારામ બળાત્કાર કેસમાં ચુકાદા ઉપર તમામની નજર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1