Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીર વિવાદને ઉકેલવા માટે મોદી સરકારના તમામ પ્રયાસો : રાજનાથસિંહ

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે કહ્યું હતું કે, સરકાર શક્ય તેટલી વહેલી તકે કાશ્મીર વિવાદને ઉકેલવાના તમામ પ્રયાસ કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, કાશ્મીર, કાશ્મીરી અને કાશ્મીરીયત ભારત સાથે જોડાયેલા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જવાનોની ભાવનાને ઠેસ પહોંચાડવાના પ્રયાસ કરી રહેલા લોકોને પણ બોધપાઠ ભણાવવાની જરૂર છે.
દિલ્હી-દહેરાદૂન હાઈવે ઉપર સુભારતી યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે, કાશ્મીર વિવાદને શક્ય તેટલી વહેલીતકે ઉકેલવામાં આવશે. વડાપ્રધાન મોદી ૨૦ રાષ્ટ્રોના ગ્રુપમાં પણ કહી ચુક્યા છે કે, ભારત ભ્રષ્ટાચાર અને આતંકવાદ સામે લડત ચલાવે છે.
સિંહે કહ્યું હતું કે, મોદી આતંકવાદના મુદ્દાને જોરદારરીતે ઉઠાવી ચુક્યા છે. આજ કારણસર વિદેશી રાષ્ટ્રો દ્વારા માહિતી માંગવામાં આવી રહી છે. બ્લેકમનીને કબજે કરવાના પ્રયાસ તીવ્ર બનાવવામાં આવ્યા છે. બે ભારતીય સૈનિકોને મોતને ઘાટ ઉતારવાની પાકિસ્તાનની વિડિયો ટેપ અંગે વાત કરતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે, સુરક્ષા દળો આવી ઉશ્કેરણીજનક કૃત્યોનો જવાબ આપી ચુક્યા છે. સર્જિકલ હુમલા પણ આના ભાગરુપે જ કરવામાં આવ્યા હતા. રાજનાથસિંહે કહ્યું હતું કે, તેમની પાર્ટીના નેતૃત્વમાં એનડીએ સરકારની ત્રણ વર્ષની અવધિ ખુબ જ સફળ રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામાન્ય લોકો માટે તેમના દરવાજા ૨૪ કલાક ખુલ્લા રાખે તે જરૂરી છે. રાજનાથસિંહે ૪૭ મિનિટ લાંબા સંબોધનમાં નોટબંધી, ખેડૂતોના મુદ્દા, ભ્રષ્ટાચાર, અર્થતંત્ર, વિદેશી નીતિ સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા. કાશ્મીરમાં હાલ ખુબ જવિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે. સુરક્ષા જવાનો ઉપર પથ્થરમારાના બનાવો બની રહ્યા છે. આવી સ્થિતિમાં રાજનાથસિંહની પ્રતિક્રિયાને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

Related posts

पुलवामा में 3 आतंकि ढेर, 1 जवान शहीद

editor

યુપીમાં કોંગ્રેસ સાથે જોડાણ કરવા સપાનો ઇનકાર

aapnugujarat

મધ્યપ્રદેશમાં છેડતીનો વિરોધ કરવા પર દલિત વિદ્યાર્થિનીને જીવતી સળગાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1