Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગૂગલમાં રાહુલ ગાંધીનું સર્ચિંગ વધ્યું, અમિત શાહનું ઘટ્યું

કોંગ્રેસની સ્થાપનાને ૧૩૪ વર્ષ પૂરા થઈ ગયા છે. કોંગ્રેસ દેશની સૌથી જૂની અને લાંબા સમયથી શાસનમાં રહેલી સરકાર છે. ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યાના એક વર્ષમાં કોંગ્રેસે કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર બનાવી છે. ગૂગલ ઉપર પણ રાહુલ ગાંધીનું સર્ચિંગ અમિત શાહની સરખામણીએ વધ્યુ છે. અમિત શાહ જુલાઈ ૨૦૧૪માં ભાજપના અધ્યક્ષ બન્યા હતા. ગૂગલ ટ્રેન્ડ્‌સ પ્રમાણે ૧૧ ડિસેમ્બર ૨૦૧૭થી લઈને ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં રાહુલનું એવરેજ સર્ચિંગ ૨૬ પોઈન્ટ્‌સ છે જ્યારે અમિત શાહનું સર્ચિંગ માત્ર ૬ પોઈન્ટ્‌સ જોવા મળ્યું છે. જોકે એવરેજ સર્ચિંગમાં ભાજપ કોંગ્રેસ કરતાં આગળ રહી છે.
ગૂગલ ટ્રેન્ડ્‌સ પ્રમાણે રાહુલના અધ્યક્ષ બન્યાના પહેલાં સપ્તાહમાં જ તેમને વધારે સર્ચ કરવામાં આવ્યા છે. ૧૦ ડિસેમ્બરથી ૧૬ ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં રાહુલ ગાંધીને ૪૩ પોઈન્ટ્‌સ મળ્યા છે. જ્યારે આ દરમિયાન અમિત શાહને માત્ર ૫ પોઈન્ટ્‌સ મળ્યા છે.
ત્યારપછી મે ૨૦૧૮માં અમિત શાહ અને રાહુલ ગાંધી બંનેના સર્ચિંગમાં વધારો જોવા મળ્યો હતો. કારણકે આ સમયે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા. ત્યારપછી રાહુલ ગાંધીને જુલાઈમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યા છે. ૧૫-૨૧ જુલાઈ ૨૦૧૮ વચ્ચે રાહુલને સર્ચિંગમાં ૬૬ પોઈન્ટ્‌સ મળ્યા છે. આ દરમિયાન રાહુલે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ભાષણ આપ્યું હતું અને મોદીને ગળે લગાવ્યા હતા.

Related posts

રાફેલ ડિલ યુપીએ કરતા ખુબ સસ્તી : જેટલી

aapnugujarat

દેશમાં ટ્રાફિક કન્ટ્રોલ કરવામાં ઈ-ચલણ થકી દંડમાં વધારો : માર્ગ અકસ્માતમાં ડેથ રેટ ઘટ્યો

aapnugujarat

राज्यसभा ने शीला दीक्षित को दी श्रद्धांजलि

aapnugujarat

Leave a Comment

UA-96247877-1