Aapnu Gujarat
બ્લોગ

કૃષિ માટે હંગામી નહી લાંબા ગાળાનાં ઉપાય અનિવાર્ય

ખેડૂતો વારંવાર આંદોલિત થતા નથી. ખેતીનું કામ એટલું વ્યસ્તતાવાળું હોય છે કે ખેડૂતોને લાંબા આંદોલન કરવા પરવડે નહીં. આમ છતાં તેમની વાત સાંભળવામાં ન આવે ત્યારે તેમને આંદોલિત થવું પડે છે. અત્યારે ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે એવે વખતે ખેડૂતો ખેતરમાં હોવા જોઈએ તેને બદલે રસ્તા પર છે, એ સૌને માટે ચિંતાનો વિષય બનવો જોઈએ. ખેડૂતોના આ આંદોલનમાં રાજકારણની ભેળસેળ હોય તો પણ તેની ઉપેક્ષા કરવાનું યોગ્ય નથી. કોઈ પણ પ્રકારના આંદોલનમાં રાજનીતિ પ્રવેશી જ જતી હોય છે. વર્તમાન ખેડૂત આંદોલન મહ્‌દઅંશે ભાજપ શાસિત રાજ્યોમાં ચાલે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ માહોલ તૈયાર કરવાના ઉદ્દેશથી પ્રેરિત હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તેમાં તથ્ય હોય તો પણ સરકાર કે શાસક પક્ષનો દૃષ્ટિકોણ આંદોલન પ્રત્યે એકાંગી હોવો ન જોઈએ. આ આંદોલન સરકાર કે શાસક પક્ષ વિરુદ્ધનું હોય તો પણ તેને એક તક સમજીને ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ દ્વારા પોતની તરફેણમાં માહોલને પલટાવવાનો અવસર પણ તેમાં હોય છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને આવો દૃષ્ટિકોણ અપનાવ્યો હતો.મહત્ત્વની વાત એ છે કે ખેડૂતોની સમસ્યા અને માગણીઓની લાંબો સમય ઉપેક્ષા યોગ્ય નથી. સરકાર ઉદ્યોગ-વ્યવસાયના ક્ષેત્રની સમસ્યા પ્રત્યે જેટલી સતર્ક રહે છે એટલી કૃષિની સમસ્યા માટે રહેતી નથી. ખેડૂતોને પોષણક્ષમ ભાવની સમસ્યાથી માંડીને ખેડૂતોના માલના સંગ્રહણ માટેની વ્યવસ્થા કરવામાં આપણે સક્ષમ બન્યા નથી. દેશભરમાં ગોદામો અને કૉલ્ડ સ્ટોરેજની શૃંખલા ઊભી કરવા તરફ ધ્યાન અપાયું નથી. વિપક્ષો પણ ખેડૂતો માટે માત્ર દેવા માફી જેવા લોકપ્રિય મુદ્દાને જ આગળ કરીને ખેડૂતોની બાકીની સમસ્યા પ્રત્યે ઉપેક્ષા સેવે છે. આ વખતે ખેડૂત આંદોલનના કેન્દ્રવર્તી મુદ્દામાં સ્વામીનાથન સમિતિની ભલામણોના અમલની માગણી છે.૨૦૦૪ની સાલમાં ખેડૂતોની સ્થિતિ સુધારવા વિચારણા કરવા માટે જાણીતા અર્થશાસ્ત્રી એમ. એસ. સ્વામીનાથનના અધ્યક્ષપદે રાષ્ટ્રીય પંચ નિયુક્ત થયું હતું. આ પંચે ૨૦૦૬માં તેનો અહેવાલ સુપરત કર્યો હતો. ત્યારથી ૨૦૧૪ સુધી યુપીએની સરકાર હતી. પણ આ પંચના અહેવાલને તેણે ક્યારેય ગંભીરતાથી લીધો નહીં. હવે ભાજપને ભીંસમાં લેવા માટે આ રિપોર્ટના અમલના બહાને ખેડૂતોને આગળ કરીને કોંગ્રેસ સહિતના વિપક્ષો રાજકીય હેતુ સિદ્ધ કરવા ઇચ્છતા હોય તો પણ આ સમિતિની ભલામણોના અમલની માગણી અનુચિત બની જતી નથી.સરકારે આ ભલામણો ફરી તપાસી જઈ તેને વિશે સ્પષ્ટ વલણ જાહેર કરવું જોઈએ. સ્વામીનાથન પંચની ઘણી ભલામણો વ્યાવહારિક અને ખેડૂતોના વ્યાપક હિતમાં છે. તેનો સરકારે સ્વીકાર કરવો જોઈએ. આ રિપોર્ટમાં ખેડૂતોને તેના કૃષિ પાકની પડતર કરતાં પચાસ ટકા વધુ ભાવ આપવા ઉપરાંત ખેડૂતોને ઓછા ભાવે બિયારણ આપવા તેમજ વિલેજ નોલેજ સેન્ટર નિર્માણ કરવા, મહિલા ખેડૂત માટે અલગ ક્રેડિટ કાર્ડ, પ્રાકૃતિક આપત્તિ વખતે રક્ષણ માટે અલાયદા ફંડની રચના જેવી ભલામણો છે, જેના સ્વીકાર અને અમલમાં સરકારને કોઈ મોટી મુશ્કેલી પડે તેવી નથી. આખરે તો એ તમામ પગલાં કૃષિ ક્ષેત્રના વિકાસને ગતિ આપનારા પુરવાર થાય તેમ છે. કેન્દ્ર અને રાજ્યોની સરકારો આ બાબતે ખેડૂતોને આશ્વસ્ત કરે તો તેનાથી ખેડૂતોને પણ એવો અનુભવ થશે કે તેમની જરૃરિયાત અને અપેક્ષાને સરકાર સમજે છે.દેશનાં કેટલાંક રાજ્યોમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોની સમસ્યાઓનો ઇનકાર થઈ શકે તેમ નથી. ખેડૂતોને તેમની માગણીઓ માટે રસ્તા પર ઊતરી આવવું પડે એ સ્થિતિને સારી ગણી શકાય નહીં. ખેડૂતોની માગણીઓને પ્રાથમિક તબક્કે જ રાજ્ય સરકારોએ હાથ ધરીને તેના નિરાકરણ માટેના પ્રયાસો કરવા જોઈએ જેથી ખેડૂતોને આંદોલન કરવાની ફરજ ન પડે. ગત વર્ષે મધ્યપ્રદેશના ખેડૂતો આંદોલને ચઢ્યા હતા. મહારાષ્ટ્રમાં ગત દિવસોમાં ખેડૂતોએ સચિવાલય સુધી વિરાટ કૂચ યોજી હતી અને રાજ્ય સરકારે તેમની તમામ માગણીઓ સ્વીકારી આંદોલન શાંત પાડ્યું હતું. તેને બહુ સમય થયો નથી. આ રીતે છુટાછવાયા ખેડૂત આંદોલનો થયાં. તેનાં સમાધાનો થયાં છે.ત્રણ રાજ્યોમાં પરાજિત ભાજપ અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઊંઘ હરામ થઈ ગઈ છે. એમનો ‘સત્તાનો નશો’ ઊતરી રહ્યો છે. લોકસભાની ચૂંટણી ઢુકડી છે ત્યારે ‘રાજપાટ’ જતા રહેશે તો શું થશે એવી ચિંતા તેમને કોરી ખાઈ રહી છે. મોદીને જીતવું છે કોઈપણ ભોગે. હવે એમની નજર સામે હળ લઈને ઊભેલા દુબળા પાતળા ખેડૂતો દેખાવા લાગ્યા છે. એમની દુર્દશાની એમને ચિંતા થાય છે. વડા પ્રધાન મોદી જગતના તાત ખુશખુશાલ થઈ જાય એવી ‘ગિફ્ટ’ લાવશે. મોદી સરકાર ખેડૂતોને માસિક રોકડની લહાણી કરવા માગે છે. રોકડાની લહાણીથી ખેડૂતો ખુશ થઈ જશે અને ગાડા ભરી ભરીને ભાજપને મત મળશે. મોદીનો બેડો પાર થઈ જશે, પરંતુ મધ્યમ વર્ગનો ખો નીકળી જશે, દેશના અર્થતંત્રની ઘોર ખોદાઈ જશે. મોદીજી ખેડૂતોને રોકડ રૂપિયાના ડૂંડા પકડાવીને દાણારૂપી મત ખંખેરી લેવાના ફિરાકમાં છે. મોદીજી જે યોજના વિચારે છે એ આંકડો જાણીને તમારી આંખોના ડોળા ફાટી જશે. રૂા. ૬૦,૦૦૦ કરોડનો ફટકો સરકારી તિજોરીને પડશે, એવું અર્થતંત્રના નિષ્ણાતોનું કહેવું છે. આમેય સામાન્ય મધ્યમ વર્ગના લોકો એવું માનતા હોય કે આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને નાણાં પ્રધાન જેટલી ઢગલાબંધ રાહતો આપશે તો તમે ભૂલ ખાઓ છો. સામાન્ય લોકોને એક ફદિયાનો લાભ થવાનો નથી. ઊલટું, મોંઘવારી મોઢું ફાડીને કોળિયો કરી જવા ઊભી હશે. કદાચ ચગળવા માટે નાનકડી લોલીપોપ પકડાવી દેવાય તો તમારી જાતને ધન્ય નહીં સમજતા. મોદીજીની માસિક રોકડની સહાયનો લાભ ૧૫૦ મિલ્યન ખેડૂતોને મળશે. આ ખેડૂતો ચૂંટણી પરિણામોને જીતમાં ફેરવવાની તાકાત ધરાવનાર હોવાની વિચારધારા ભાજપને દિમાગમાં સળવળી રહી છે. યાદ છે ગયા જુલાઈમાં સરકારે ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચના ૫૦ ટકાથી વધુ નાણાં મળી રહે એ માટે કપાસ, સોયાબિન તથા ડાંગર જેવા પાકના ટેકાના ભાવ વધાર્યા હતા. પરંતુ એ સ્કીમ મહદ્‌અંશે નિષ્ફળ ગઈ હતી. હવે સરકાર રાજ્ય દ્વારા નિશ્રિ્‌ચત કરાયેલા ભાવથી ઓછા ભાવમાં ખેડૂતોનો માલ વેંચાય તો તેમને કૅશ આપવાની યોજના ઘડી રહી છે.ખેડૂતોની મદદ કરવા માટેનો સરકારનો અન્ય એક વિચાર ફ્રી યોજના પાક વીમા યોજનામાં ધરમૂળથી ફેરફાર કરવાનો છે.આ યોજનામાં ખેડૂતોના વીમાના પ્રીમિયમની રકમમાં ઘટાડો થવાની સંભાવના છે. ખેડૂતોના વધુ પાકોને રાજ્ય દ્વારા મોટા લાભ મળે એવું પણ વિચારશે. ખેતમજૂરોને વીમા કવર હેઠળ આવરી લેવાનો પણ આ નવી સુધારિત યોજનામાં સમાવેશ હશે.ટૂંકમાં સરકાર હાલ ખેડૂતોને ખેરાત કરવા જે કંઈ પણ કરી રહી છે એમાં અર્થતંત્ર નામની ક્ધયાના કેડ પર ભાર આવશે. પાઘડીનો વળ છેલ્લે છે. સરકાર ખેડૂતોને બેહાલીમાંથી બહાર લાવવા માગતી હતી તો તેણે પહેલેથી જ એમના માટે તબક્કાવાર યોજનાઓ ઘડી કાઢવાની જરૂર હતી. હવે જ્યારે ચૂંટણીમાં પોતાની હાલત બગડશે એવા ભયના ઓથાર હેઠળ આ પ્રકારના ઊભડકિયા ઉતાવળિયા પગલાં કે યોજનઓ દેશના અર્થતંત્રની કમર તોડી નાખશે. મધ્યમ વર્ગ ઘંટીના બે પડ વચ્ચે અનાજના દાણાની જેમ પીસાઈ રહ્યો છે ત્યારે મોદીજી જગતના તાત લોકોને ખેરાત કરવા નીકળ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના મત લણી લેવાની લ્હાયમાં મધ્યમ વર્ગની ખફગી વહોરવી ન પડે અને એમના મતથી વંચિત રહેવાનો વારો ન આવે એટલું મોદીજીએ ધ્યાન રાખવું પડશે. નહીંતર ગોફણની સાથે ગોળો પણ ગયો એવો ઘાટ સર્જાશે.અત્યારે ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં છે.પાકવિમાથી માંડીને પાણીના મુદ્દે સરકારથી ખફા છે.બેરોજગારી ગુજરાતમાં ફેણ માંડી રહી છે. આમજનતાના મનમાં ભાજપ પ્રત્યે રોષ છે. આવા તો અનેક પ્રશ્નો છે જેનાથી લોકો ભાજપથી મોં ફેરવીને બેઠાં છે. આ જોતાં હાઇકમાન્ડના ઇશારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વખતે કોણ નડી શકે અને કોનાથી ફાયદો થશે તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.સંગઠનમાં ય ઠેકાણાં નથી.જીતુ વાઘાણીને જુના માળખાથી જ કામ ચલાવવા મજબૂર થવુ પડયુ છે.ખુદ હાઇકમાન્ડ પણ ભાજપના નેતાથી નાખુશ છે.અત્યારે કયા મુદ્દાઓથી ભાજપને લાભ થાય તે અંગે કવાયત શરુ કરી દેવાઇ છે.

Related posts

વિશ્વની ત્રીજા ભાગની વસતી ગોલમટોળ

aapnugujarat

જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે

aapnugujarat

पहले समान सीवील कानून तो लाईये साहिबान, फिर वन नेशन-वन इलैकशन का राग आलापिये..!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1